સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે નિ:શુલ્ક મધુમેહ (ડાયાબીટીસ) નિદાન-સારવાર-સલાહ કેમ્પ
ભુજ, શુક્રવારઃ
સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે મધુમેહ (ડાયાબીટીસ) માટે નિદાન-સારવાર-સલાહ કેમ્પનું આયોજન દર માસના પહેલા બુધવારે કરવામાં આવશે. જેમાં મફત બ્લડ સુગર ચેક અપ, ડાયાબીટીસની મફત આયુર્વેદીક/હોમિયોપેથીક ઔષધીય સારવાર, ડાયાબીટીસના દર્દીઓ માટે રોજિંદી લાઈફસ્ટાઈલ (જીવન પદ્ધતિ) તેમજ આહાર-વિહાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે, ડાયાબીટીસને લગતા યોગ અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે.
કેમ્પનું સ્થળ : સરકારી આયુર્વેદ હોસ્પિટલ. ભુજ-કચ્છ. તા.દર મહિનાનો પહેલો બુધવાર (તા.૦૧/૦૯/૨૦૨૧) સમય : સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ સર્વે લાભાર્થીઓએ કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.