“રાજય સરકાર દ્રારા કચ્છવ જીલ્લાકને એક જ દિવસ માટે ૬૦,૦૦૦ ડોઝની ફાળવણી”

ભુજ, શનિવાર:
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવી રહયા છે કોરોનાની મહામારી બહાર નીકળવા માટે કોવીડ રસીકરણ નું ખુબ જ મહત્વ છે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ આ રસી લેવી જોઈએ જેથી કોરોના સામે રક્ષણ મળી શકે. કોવીડ રસીકરણ કરવાથી કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર થતી નથી. આ રસી લેવાથી કોવીડ સામે લડવાની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે. આ રોગપ્રતિકારક શકિત પોતાને તેમજ સમાજને ગંભીર પ્રકારના કોરોના સામે લક્ષણ આપે છે. હાલ સુધીમાં કચ્છ જીલ્લામાં ૧૦,લાખથી વધુ લોકોને રસીકરણ કરવામાં આવેલ છે.
તા.૩૧/૦૮/૨૦૨૧ મંગળવારનાં રોજ સમગ્ર કચ્છ જીલ્લામાંકોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચીત કરવા ખાસ કોવીશીલ્ડ અને કોવેક્ષીન રસીકરણ સુપર મેગા ડ્રાઈવ કરવાનું આયોજન છે. જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ અને જે વ્યકિતએ કોવેક્ષીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૨૮ દિવસ પુર્ણ થયેલ હોય તેમજ કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૮૪ દિવસ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓના બીજા ડોઝ માટે કચ્છ જીલ્લાનાં તમામ ગ્રામીણ અને શહેરી વિસ્તારોને આવરી લેતી કુલ ૪૦૦ જગ્યા એ કોવીડ રસીકરણનું સેશનનું ખાસ આયોજન મહા મંગળવારનાં દિવસે કરેલ છે. આ માટે રાજય સરકાર દ્રારા કચ્છ જીલ્લાને એક જ દિવસ માટે ૬૦,૦૦૦ ડોઝની ફાળવણી કરેલ છે.
દરેક સેશન સાઈટ પર એક દિવસમાં ઓછામાં ઓછા ૧૫૦ લાભાર્થીને રક્ષિત કરી શકાય છે તો આ મહાઅભિયાનમાં દરેક વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્લાઓના માલિકો તથા કામ કરતાં લોકો, શાળા, કોલેજ, કોચિંગ કલાસીસનાં શિક્ષકો તેમજ ધંધા રોજગાર અર્થે જતા તમામ લોકો તેમજ તેમનાં કુટુંબીજનો સહિત સૌ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સૌ આગેવાનોને ઉત્સાહભેર ભાગ લેવા માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયુ છે.