તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજયમાં આંગડીયા પેઢીના લુંટના બનાવો બન્યા

તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજયમાં આંગડીયા પેઢીના લુંટના બનાવો બનવા પામેલ હોઇ અને આવા પ્રકારના બનાવો ન બને તે માટે જરૂરી તકેદારી રાખવા માટે અને આંગડીયા પેઢીના સંચાલકોને જાગૃત કરવા માટે જે.આર.મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજના ઓએ સુચના આપેલ. જે અન્વયે આજરોજ તા.૨૮/૦૮/૨૦૨૧ નાં ક.૧૧/૦૦ થી ક.૧૨/૩૦ દરમ્યાન પોલીસ અધિક્ષકની કચેરી, ભુજ ખાતે આંગડીયા પેઢીના સંચાલકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ જે મીટીંગમાં સૌરભ સિંઘ સાફેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજ નાઓના અધ્યક્ષતામાં ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક, જે.એન.પંચાલ સાહેબ, ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ના પો.ઇન્સ. પી.એમ.ચૌધરી સાહેબ તેમજ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.એમ.ગોહિલ સાહેબ હાજર રહેલ હતા. તેમજ આ મીટીંગમાં આંગડીયા પેઢીના કુલ- ૨૬ સંચાલકો હાજર રહેલ હતા. આ મીટીંગમાં જીલ્લામાં આવેલ આંગડીયા પેઢીના સંચાલકોને જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામા મુજબ અમલવારી કરવા સુચના આપવામાં આવેલ તેમજ આંગડીયા પેઢીનાં લુંટના બનાવો અટકાવવા તેમજ પૈસાની લેતી-દેતી વખતે ખાસ તકેદારી રાખવા સુચના કરવામાં આવેલ તેમજ આ બાબતે આંગડીયા પેઢીના સંચાલકોના સુચનો લેવામાં આવેલ હતા તેમજ આંગડીયા પેઢીની દુકાનમા પ્રવેશ કરતાં તમામ માણસોની અવર જવર જોઇ શકાય તેમજ પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે વાહનના નંબર જોઇ શકાય તેવા નાઇટ વિઝન હાઇડેફીનેશન વાળા સી.સી. ટીવી કેમેરા લગાવવા સુચના કરવામાં આવેલ. તેમજ આંગડીયા પેઢીના સંચાલકો પોલીસનાં સંપર્કમાં રહી આંગડીયા પેઢીની આજુબાજુ કાંઇ શંકાસ્પદ હિલચાલ જોવા મળેથી તેમજ શંકાસ્પદ આંગડીયાની લેતી-દેતી જોવા મળેથી તાત્કાલીક પોલીસને જાણ કરવા સુચના આપવામા આવેલ. તેમજ પૈસાની લેતી-દેતી કરવા આવતાં લોકોનું આઇ.ડી.પ્રુફ ચેક કરવા અને જરૂર પડે ત્યાં પોલીસની મદદ લેવા સમજ કરવામાં આવેલ.