રાપર ખાતે શિતલા માતાજી ના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા

આજે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન શિતલા સાતમ ના તહેવાર નિમિત્તે આજે નગાસર તળાવ ના રમણીય સ્થળ પર આવેલા પૌરાણિક શિતલા માતાજી ના મંદિર ખાતે લોકો દર્શનાર્થે ઉમટી પડયાં હતાં આજે વહેલી સવારથી ભીડ જોવા મળી હતી. શિતલા માતાજી નો મેળો કોરોના ની મહામારી વચ્ચે રદ્દ કરવામાં આવ્યો હતો આજે શિતલા સાતમ નિમિત્તે રાપર શહેર ના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉમેશ સોની ભિખુભા સોઢા નિલેશ માલી લાલજી કારોત્રા મેહુલ જોશી રમેશ ભાઈ શિયારીયા ભાવિન મીરાણી શૈલેષ ચંદે નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવીયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી એન. ઝીઝુવાડીયા એ કોરોના ની ગાઈડ લાઈન નું પાલન કરાવ્યું હતું વ્યવસ્થા મંદિર ના પુજારી વિનોદ ગુસાઈ એ સંભાળી હતી