અલગ-અલગ જગ્યાએથી જુગારના બે કેશ શોધી કાઢતી ભુજ શહેર બી ડિવિજન પોલિસ
 
                
મ્હે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ,બોર્ડર રેંજ,ભુજ તથા સૌરભસિંઘ સાહેબ, પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબની સુચના મુજબ દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા સારૂ હાલમા જુગારની ડ્રાઇવ ચાલુ હોય જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ આજરોજ પેટ્રોલીંગમાં દરમ્યાન પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સ્ટાફના પો.કોન્સ. નવીનફૃમાર જોષી નાઓને ખાનગી તેમજ સચોટ ભરોસાપાત્ર બાતમી આધારે ધર્મ કોમ્પલેક્ષ પાછળ જી.આઇ.ડી.સી મા જુગાર ચાલુમા છે જે અંગે રેઇડ કરતા આરોપીઓને પકડી પાડેલ. બાદ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ પ્રુથ્વીરાજસિંહ દૈવતસિંહ જાડેજા નાઓને સંયુકત ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે,રધુવંશીનગરમા ખુલ્લા સેડમા જુગાર ચાલુમાં છે જે અંગે રેઇડ કરતા આરોપીઓને પકડી પાડી નીચે મુજબના બે કેસો કરેલ છે.
કેસ નંબર- (૧) :- ગુનામાં પકડાયેલ આરોપીઓ:-
(૧) રમેશ બાબુ મહેશ્વરી ઉ.વ.૩૫ રહે,મતિયા કોલોની માધાપર તા.ભુજ
(ર) મફાભાઇ ખુરશીભાઇ વાંસપોડા ઉ.વ.૩૪ રહે દિપક પેટ્રોલપંપની સામે માધાપર હાઇવે તા-ભુજ
(૩) રમેશભાઇ જીવાભાઇ વાસપોડા ઉ.વ.૩૫ રહે, દિપક પેટ્રોલપંપની સામે માધાપર હાઇવે તા-ભુજ
કબ્જે કરેલ મુદામાલની વિગત:-
(૧) રોકડા રૂ.૭,૮૦૦/-
(૨) ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/-
કેસ.નંબર :- (૨) ગુનામાં પકડાયેલ આરોપીઓ:-
(૧) રાહુલ બાબુભાઇ લીંબાચીયા ઉ.વ.૩૨ રહે,લોટસકોલોની ફોરેસ્ટ ઓફીસની બાજુમા ભુજ
(૨) રાજેશ જેન્તીલાલ ઠક્કર ઉ.વ.૪૪ રહે,ગાંધીધામ સુભાષનગર વોર્ડ ૮(૧) પ્લોટ નં-૪૫ ગુરૂકુલ રોડ ગાંધીધામ
(૩) નરેશભાઇ બાબુભાઇ નાઇ ઉ.વ.૪૦ રહે,કાલીકામાના મંદીરની બાજુમા રઘુવંશીનગર ભુજ
(૪) અશોક વિઠ્ઠલદાસ ઠક્કર ઉ.વ.૪૬ રહે,કોટકનગર હનુમાન મંદીરની બાજુમા માધાપર તા,ભુજ
(૫) પ્રવિણભાઇ અમરતભાઇ નાઇ ઉ.વ.૪૫ રહે,લાલટેકરી હોમપેલેસ એપાર્ટમેન્ટ મકાન નં.૪૦૧ ભુજ
(૬) જેન્તીભાઇ વિરમભાઇ નાઇ ઉ.વ.૪૦ રહે,જલારામ મંદીર રઘુવંશીનગર ભુજ
કબ્જે કરેલ મુદામાલની વિગત:-
(૧) રોકડા રૂ.૧૯,૩૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/-
(૩) ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ આર.ડી.ગોજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.શિવદીપસિંહ જાડેજા, તથા પો.હેડ.કોન્સ.મયુરસિંહ જાડેજા, તથા પો.કોન્સ. પુઘ્વીરાજસિંહ જાડેજા,તથા નવીનકુમાર જોષી,તથા શક્તિસિંહ જાડેજા તથા જયપાલસિંહ જાડેજા, તથા રાજ રાજેન્દ્ર જેસર એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.
 
                                         
                                        