જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ગઢશીશા પોલિસ

મહે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ ભુજ તથા સૌરભ સિંઘ સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ નાઓની સુચના મુજબ પશ્ચિમ કચ્છ જીલ્લામાં જુગાર ગેની પ્રવૃતિની બદીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે જે.એન.પંચાલ સાહેબ ના.પો.અધિ. ભૂજ વિભાગ ભુજ નાઓના માર્ગદશન હેઠળ ગઢશીશા પૌલીસ સ્ટેશનના ઇ/પોલીસ ઇન્સપેકટર વી.એચ.ઝાલા સા.નાઓએ ગઢશીશા પોલીસ સ્ટેશનના સ્ટાફને સુચના આપતાં. આજરોજ અત્રેના પો.સ્ટે..ના એ.એસ.આઇ જયેન્દ્રસિંહ એલ.જોધ્ધા તથા પો.હેડ.કોન્સ.ભરતકુમાર આંબાભાઇ ચૌધરી તથા પો.હેડ.કોન્સ ભરતકુમાર એલ.પટેલ તથા પો.કોન્સ પ્રુમનર્સિંહ સુરૂભા જાડેજા તથા પો.કોન્સ.કાનજીભાઇ હરીભાઇ ડોડીયા તથા પો.કોન્સ.તરવીનભાઇ રાયગોર એ રીતેના પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોઈ તે દરમ્યાન પો.હેડ.કોન્સ.ભરતકુમાર આંબાભાઇ ચૌધરી તથા પો.કોન્સ પ્રદુમનર્સિહ સુરૂભા જાડેજા નાઓને ખાનગી રાહે સંયુકત બાતમી હકીકત મળેલ કે,મોટીમંઉ ગામે સીમ વિસ્તારમાં અમુક ઈસમો જાહેરમાં ધાણીપાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા હોય જે બાતમી આધારે રેઈડ કરતા નીચેના ઈસમોને રોકડા રૂપિયા તથા મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ :-

  1. વાલજી શામજી જોગી રહે.મોટીમંઉ, તા.માંડવી
  2. નીતેશ ધનજી ભોઇયા(મહેશ્વરી) રહે. મોટીમંઉ, તા.માંડવી
  3. ધનજી બાવલા જોગી રહે. મોટીમંઉ, તા.માંડવી
  4. દામજી ધનજી રોશીયા(મલેશ્વરી) રહે, મોટીમંઉ, તા.માંડવી
  5. યોગેશ શામજી રતડ(મહેશ્વરી) રહે. મોટીમંઉ, તા.માંડવી
  6. રાજેશ શીવજી મહેશ્વરી રહે, મોટીમંઉ, તા.માંડવી
  7. ગોવીંદ માણશીભાઇ મહેશ્વરી રહે.મોટીમંઉ, તા.માંડવી
  8. દીનેશ છગનલાલ મહેશ્વરી રહે.મોટીમંઉ, તા.માંડવી
  9. સુરેશ પનુ જોગી રહે,મોટીમંઉ, તા.માંડવી
    મુદામાલની વિગત:-
  10. રોકડા રૂપિયા :-૧૧,૮૨૦/-
  11. મોબાઇલ ફોન નંગ-૦૯ કી.રૂ.૨૩,૦૦૦/-
  12. ધાણીપાસા નંગ-૦૨ કી.રૂ.૦૦.૦૦/-

એમ કુલ્લે કી.રૂ.૩૪,૮૨૦/-નો મુદામાલ.

આ કાસગીરી ગઢશીશા પોલીસ સ્ટેશનના ઇ.પો.ઇન્સ વી.એએચ.ઝાલા સા.માર્ગદર્શન હેઠળ, એ.એસ.આઇ જયેન્દ્ર્સંહ એલ.જોધ્ધા તથા પો.હેડ.કોન્સ.ભરતકુમાર આંબાભાઇ ચૌધરી તથા પો.હેડ.કોન્સ ભરતકુમાર એલ.પટેલ તથા પો.કોન્સ પ્રદ્યુમનર્સિહ સુરૂભા જાડેજા તથા પો.કોન્સ.કાનજીભાઇ હરીભાઇ ડોડીયા તથા પો.કોન્સ.તરવીનભાઇ રાયગોર નાઓ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.