કચ્છમાં દારૂ જુગાર પર પોલીસની તપાસ ચાલુ છે. ભુવડમાથી બે દેશી દારૂના ધંધાર્થી ઝડપાયા .
બોર્ડર રેન્જના આઇજી પિયુષ પટેલના આદેશથી કચ્છમાં દારૂ જુગારની પ્રવૃતિ પર પોલીસ ની તપાસ સતત ચાલુ છે. આજે આર. આર. સેલની પેટ્રોલીંગ દરમ્યાન અંજારના ભુવડમાથી દેશી દારૂના ગેરકાયદેસર વેચાણ માટે લઈ જતાં અંજાર પોલીસે તમને ઝડપી પાડ્યા હતા. પૂર્વ કચ્છમાં દારૂ જુગારની પ્રવૃતિ ડામવા આરઆર સેલની પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે અંજાર પોલીસે સ્ટેશનની હદમાં ભૂવડ ગામની સીમમાં દરોડો પાડતા આરોપી હરી તેજા ઝરૂ (ઉ.વ. ૩૯) અને રમેશ વેલા પરમાર ( ઉ. વ. ૩૪)રહે બંને ભુવડ . દેશી દારૂના ૪૪૦લિટરના જથ્થા સાથે ઝડપાયા હતા. પોલીસે પિકઅપ મેકસ વાહન , જીપ નં જીજે ૧૨ એવાય ૬૨૯૩ કિંમત રૂ. ૧૦૦૦,૦૦૦ /- દેશી દારૂના ૪૪૦ લિટર કિંમત રૂ. ૮૮૦૦ /- દેશી દારૂ બનાવવાના આથો ૨૮૦૦ લિટર જેની કિંમત રૂ. ૫૬૦૦ /- તથા ભઠ્ઠીના સાધનો જેની કિંમત રૂ. ૨૦૦/- આમ કુલ રૂ. ૧,૧૪, ૬૦૦ /- નો મુદ્દામાલ કબ્જે કર્યો. અને બંને શખ્સોને અંજાર પોલીસ સ્ટેશનના હવાલે કર્યા. હતો. આ કાર્યવાહીમાં આરઆર સેલના પીએસાઇ એ. એસ. રબારી, એએસાઈ કિરીટ સિંહ ઝાલા, અબ્દુલ સતાર સમેજા , પોલીસ હેડ કોન્સટેબલ જગદીશસિંહ સરવૈયા , દિનેશ ભટ્ઠી ,ડ્રાઈવર મજીદ સમા વગેરે જોડાયા હતા
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.