ભુજ શહેરની ભાગોળે ખૂન કરાયેલી અજાણી મહિલાની લાશની ઓળખ પોલીસે કરી લેતા અટકળો નો અંત આવ્યો છે.
પાલરા પાસે જંગલ વિસ્તારમાથી એક મહિલાની લાશ મળ્યા પછી પોલીસ લાશને પીએમ માટે જામનગર મોકલી હતી. દરમ્યાન મહિલાના ચહેરા પર અસંખ્ય ઇજાઓના નિશાન હોવાને કારણે તેની ઓળખ થઈ ન હતી. પોલીસ લાશની ઓળખ માટે વ્યાપક પ્રયાસો કર્યા બાદ પોલીસને જાણ મળી હતી કે એ મહિલાનું નામ કમળા રાણશી ગઢવી છે. આ મહિલા પરણિત છે. પરંતુ પોતાના પતિની સાથે રહેતી નથી. દરમ્યાન આ મહિલા રાધાયણપર પાસે આવેલી કચ્છ વિકાસ ટ્રસ્ટના મકાનમાં રહે છે. પોલીસે આ માહિતીની ખરાઈ કરતાં મહિલાની ઓળખ કરવામાં સફળતા મળી હતી. મહિલાનું ખૂન કોણે કર્યું અને ક્યાં કારણોસર તેનું ખૂન કર્યું. એ વાત પરથી પડદો ઉઠાવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે. લાશની ઓળખ બાદ તેના ખૂનનો ભેદ ઝડપથી ઉકેલાઈ જશે તેવી આશા પોલીસ સેવી રહી છે. હાલ મહિલાનું શબ તેના માસિયાઈ ભાઈને સોપવાની પ્રક્રિયા પોલીસે હાથે ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.