રાપર મા જન્માષ્ટમી ની રાત્રે કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન મેઘરાજા નું આગમન


હાલ કચ્છમાં મેઘરાજા એ રુષણાં લીધા હોય એમ મેઘરાજા ના આગમન માટે સમગ્ર કચ્છ તરસી રહ્યું છે ત્યારે હાલ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદ થશે તે અન્વયે જન્માષ્ટમી ના તહેવાર દરમિયાન રાત્રિના કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી મંદિરો મા થઈ રહી હતી તે દરમિયાન રાત્રિના બાર વાગ્યે મેઘરાજા નું આગમન ગાજવીજ સાથે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર મા થયું હતું જોત જોતામાં વરસાદ ના બે ત્રણ જોરદાર ઝાપટા પડી ગયા હતા અને શહેરમા થી પાણી વહી નિકળ્યા હતા તો વહેલી સવાર થી ઝરમરિયો વરસાદ શરૂ રહ્યો હતો ત્યારે વાતાવરણ મા ઠંડક પ્રસરી ગઇ હતી ખેતરો મા કરવામાં આવેલા વાવેતર માટે આ વરસાદથી ઉભેલા મોલ ને ફાયદાકારક સાબિત થઈ શકે છે રાપર ઉપરાંત નંદાસર નિલપર ડાભુંડા પ્રાગપર ત્રંબૌ સહિત ના આસપાસ ના ગામો મા વરસાદ ના ઝાપટા વરસ્યા હતા આજે વહેલી સવારથી વરસાદ ના વાતાવરણ વચ્ચે ગરમી એ પકડ જમાવી છે અને વરસાદ નો માહોલ સર્જાયો છે
 
                                         
                                        