મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા આજ રોજ એક બહેન ને પોતાના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું

મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં રંજનબેન વિપુલભાઈ ધોળકિયા જે છેલ્લા 15 દિવસ થી સારવાર હેઠળ હતા આ બેન લીંબડી ખાતે હતા ત્યાંથી લીંબડી ના ડીવાયએસપી સાહેબ તથા પોલિસ સ્ટાફ તથા ત્યાંના સ્થાનિક પત્રકારો ની મદદ થી આબેન ને સંસ્થામાં સારવાર હેઠળ લાવવામાં આવેલા હતા જયારે આ બેન સંસ્થામાં આવ્યા ત્યારે તે બેહોશ હાલત માં હતા જે સ્થળે થી લેવામાં આવ્યા તે સ્થળે તેમણે કપડાં પણ પહેર્યા ન હતા અને વ્યવસ્થિત કપડાં પહેરાવીને સંસ્થા માં સારવાર હેઠળ લાવવામાં આવ્યા સંસ્થા દ્વારા તેમની દવા શરુ કરવામાં આવી અને તેમને થોડી થોડી રિકવરી આવતી ગઈ અને તેમણે જણાવ્યું કે તેમના પતિનું નામ વિપુલભાઈ છે જે સુરત રહે છે તેને 5-7 વર્ષનો દીકરો પણ છે અને ભાઈ છે વસંતભાઈ જે મહારાષ્ટ્ર ના અકોલા ગામ માં રહે છે અને તાત્કાલિક ધોરણે તેના પરિવાર ની શોધ કરવામાં આવ્યો અને તેના પતિ દીકરો અને તેના ભાઈ તેને લેવામાટે સંસ્થા માં આવ્યા અને રંજન બેન ને જોઈ આંખો ભરાઈ આવી અને પરિવાર મળતા પરિવાર માં ખુશી ની લાગણી છવાઈ હતી વિપુલભાઈ એ સંસ્થાનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો .
રિપોર્ટર ગોહેલ સોહિલ કુમાર