કચ્છ જિલ્લા મા મહા મંગળવાર અંતર્ગત વેકશીન આપવા મા આવી

આજે સમગ્ર કચ્છ જિલ્લા મા તા. 31 ઓગસ્ટ મંગળવાર એટલે મહા મંગળવાર ના દિવસે કચ્છ જિલ્લા મા વહિવટી તંત્ર દ્વારા સાઈઠ હજાર જેટલા લોકો ને કોવિશીલ્ડ અને કોવિસિન વેકશીન આપવા મા આવી હતી આ અંગે જિલ્લા કલેકટર પ્રવિણા ડી. કે. જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા જિલ્લા ના સીડીએચઓ ડો. જે. ઓ. માઢક એડીએચઓ ડો. પ્રેમકુમાર કનનર સહિત જિલ્લાના તમામ તાલુકા ના આરોગ્ય કેન્દ્રો સબ સેન્ટર સીએચસી સહિત પાંચ સો જેટલા સ્થળોએ વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ અંગે આજે રાપર ખાતે એડીએચઓ ડો. પ્રેમકુમાર કનનર એ માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ સીડીએચઓ ના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા મા આજે મહા મંગળવાર અંતર્ગત વેકશીન આપવા મા આવી હતી જેમાં દસ તાલુકા ના 6 7 ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 10 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 16 સીએચસી ત્રણ સબ ડીસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલ ગાંધીધામ અંજાર માંડવી 1 જી. કે. જનરલ હોસ્પિટલ તેમજ દસ તાલુકા ના 442 સબ સેન્ટર ખાતે વેકશીન આપવા મા આવી હતી આજે મહા મંગળવાર અંતર્ગત સાઇઠ હજાર લોકો ને કોવિશીલ્ડ અને કોવિસિન વેકશીન આપવા મા આવી હતી આજે રાપર તાલુકા ની મુલાકાત દરમિયાન ડો. પ્રેમકુમાર કનનર એ જણાવ્યું હતું કે રાપર તાલુકામાં નવ આરોગ્ય કેન્દ્રમાં બે સીએચસી તેમજ 63 સબ સેન્ટર ખાતે વેકશીન આપવા મા આવી હતી રાપર તાલુકામાં 4450 વેકશીનેશન આપવામાં આવી રહી છે તે માટે અર્બન હેલ્થ સેન્ટર અને ઈન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ ના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી આજે યોજાયેલ મહા મંગળવાર અંતર્ગત વેકશીન આપવા ની કામગીરી દરમિયાન ડો કનનર એ જણાવ્યું હતું કે આ વખતે સગર્ભા માતા તેમજ મહિલાઓ ને વેકશીન આપવા મા આવી હતી પ્રથમ અને બીજા તબક્કામાં કોરોના ની મહામારી થી બચવા માટે વેકશીન કારગત નીવડી હતી અને આગામી સંભવિત ત્રીજી લહેર થી બચવા માટે વેકશીન જરૂરી છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે વેકશીન લેવા થી કોઈ આડઅસર થતી નથી અને આ બાબતે ખોટી માહિતી આપવા મા આવી રહી છે આજ સુધી કોઈ વેકશીન ના લીધે લોકો ને મુશ્કેલી પડી હોય કે મોત થયા હોય તે માન્યતા ખોટી છે ત્યારે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહા મંગળવાર અંતર્ગત વેકશીન આપવા મા આવી હતી