ભુજના એ વૃદ્ધ અવસ્થાના મુંદ્રા ની હોટલમાં શા માટે કર્યો આત્મવિલોપન ?
મુંદ્રાની ઇન્દ્રપ્રસ્થ હોટલના રૂમ નં . ૧૦૪ એક વૃદ્ધ અવસ્થાના આજે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લેતા દોદદામ ફેલાઈ ગઈ છે. મૃતક ભુજના સંસ્કાર નગરનામાં યુનિક એરપાર્ટમેંટ માં રહેતા હોવાનું સામે આવ્યું છે . અને તેમણે આજે મુન્દ્રામાં બપોરે ૧૨ વાગ્યા પછી કોઈ પણ સમયે ગળેફાસો ખાઈ આત્મવિલોપન કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે કરેલી તપાસમાં મૃત્યુ પામેલા નું નામ મહેશભાઇ કરશનદાશ રાજગોર હોવાનું સામે આવ્યું છે. જે ભુજના રહેવાસી છે. અને પેલા તેઓ બેંકમાં નોકરી કરતાં હોવાનું પોલીસ પ્રાથમિક રીતે જણાવી રહી છે . આ બનાવની જાણ થતાં રાજગોર સમાજના અગ્રણીઓ દિલીપભાઇ ગોર , ધનસુખભાઈ ગોર , શાંતિ લાલ મોતા અને જ્યેશ ગોર હોટલમાં દોડી ગ્યાં હતા. અને બનાવ અંગે દુખ વ્યક્ત કર્યું હતું . જોકે આત્મવિલોપન પછાળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી . પરંતુ મુંદ્રા પોલીસે કરેલી પ્રાથમિક તજવીજમાં મૃતક મહેશભાઇ પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી . જેમાં તેને બીમારીથી કંટાડીને આ પગલું ભર્યું હતું આવો ઉલ્લેખ ચિઠ્ઠીમાં કર્યો હતો. તો સ્થાનિક લોકો પાસેથી મળતી વિગતો મુજબ પહલા પણ મુંદ્રા સહિત કચ્છ અને કચ્છ બહાર પણ મહેશભાઇ સારવાર માટે દોડતા હતા. અને લાંબા સમયથી આ બીમાર રહેતા હોઇ તેણે આજે આ પગલું ભર્યું હતું . પોલીસે હાલ ચિઠ્ઠી કબ્જે કરી સાથે તેના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડયો છે. અને વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવથી સમગ્ર કચ્છના રાજ્ગોર સમાજ માં શોક ફેલાયો છે . જોકે હાલ બેંકમાં નોકરી કરે છે . કે નહિ તે સહિતની બધી તપાસ પોલીસે શરૂ કરી છે
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.