મુન્દ્રા અને માંડવી તાલુકામાં પકડાયો દેશી દારૂ
તા : ૬.૬.૧૮ : ના બનાવ
મુન્દ્રા તાલુકાનાં મોખા ગામે નદી પાસે બાવળની ઝાડીમાં મનીષ નારણ આહીર પોતાના કબ્જામાં દેશી દારૂની આશરે ૫૦૦ એમ.એલ. ની કોથળીઓ જે કુલ્લ ૨ લીટર કી.રૂ. ૪૦ ના પ્રતિ મુદ્દા માલ ગેરકાયદેસર વગર પાસ પરમીટે વેચાણ અર્થે રાખી મુન્દ્રા પોલીસે કરેલ રેઇડ દરમિયાન પોતે નાસી જઈ ગુનો કરેલ છે.
જ્યારે બીજી બાજુ માંડવી તાલુકાનાં નાના કપાયા ગામે અનોપસિંહ સતુભા જાડેજાએ દેશી દારૂની કોથળીઓ નંગ ૧૮ આશરે ૯ લીટર કી.રૂ. ૧૮૦ નો મુદ્દામાલ વેચાણ અર્થે રાખી પકડાયેલ છે અને માંડવી તાલુકાનાં કોડાય ગામે મદારીવાસમા હુસેન ઈસ્માઈલ મદારીએ પણ દેશી દારૂની કોથળીઓ નંગ ૧૦ આશરે ૫ લીટર કી.રૂ. ૧૦૦/- ના મુદ્દામલ સાથે પકડવામાં આવેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.