મીરજાપરની મહિલાને માનસિક બીમારીની સજા ૧૦ વર્ષ બંધનની મળી હતી : તંત્રએ મુક્ત કરાવી આપ્યું નવજીવન .
બંધન કોઈપણ હોય જ્યારે મુક્તિ મળે ત્યારે તેનો આનંદ પણ કઈક અલગ હોય છે. પરંતુ અહી કરમ ની કઠીણાઇ જુઓ કે એક મહિલા ૧૦ વર્ષ સુધી બંધનમાં રહી તેને મુક્તિ મળી પરંતુ તે તેનો આનદ કોઈને કહી શકી નહીં અને કદાચ તેનો આનદ આપણે સમજી પણ ના શકીએ કેમ કે ૧૦ વર્ષ કેદમાં રહ્યા પછી તેને ભૂજ સમાજ કલ્યાણ વિભાગે મુક્તિ અપાવી છે આ મહિલાને સજા એટ્લે મળી હતી કે તે માનસિક બીમાર હતી . અને તેથી પરિવારે પશુંઓને જેમ સાંકળથી બાંધે તેમ બાંધી રાખી હતી. જોકે આ વાત મીડિયા અને સોશીયલ મીડિયામાં જાણ થઈ અને ભુજ કલ્યાણ વિભાગ ત્યાં પહોચ્યા મહિલાને સાંકડના બંધનમાથી મુક્ત કરી અને હાલ તે મહિલાને ભુજ માનસિક સારવાર કેન્દ્ર ખાતે મોકલી આપાઈ છે. જતાં તેની સારવાર પણ થશે અને બંધનમાં સાંકળ સાથે નહીં રહેવું પડે. સમગ્ર બનાવ કઈક એવો છે કે મીરજાપર પાસે આવેલ એક વાંઢમાં પશુપાલન પરિવાર રહે છે. જત પરિવારની મહિલા અજીમતબેન નોડે ઘણા વર્ષોથી માનસિક બીમાર છે બસ પછી તું તેના પરિવારેજ તેને સજા એવી આપી કે તેને બંધક બનાવી તેના પગમાં સાંકડ જો કે સ્થાનિક મધ્યમો અને સોશિયલ મીડિયામાં આ વાત સામે આવી અને તંત્ર સફાળું જાગ્યું સાવરે બેઠક કર્યા પછી સંલગ્ન તંત્ર અને સમાજ સેવકોને સાથે રાખી સમાજ સુરક્ષા અધિકારી એમ. એન . ચૌહાણ સાથે ટિમ પહોચી અને બંધનમાં રહેલી એ મહિલાને મુક્ત કરાંવાઈ સ્થાનિકો ની જો આ વાત માનીએ તો છેલા ઘણા સમયથી આ મહિલા અહિ કેદ છે. અને પરિવારે તેની સારવાર પણ નથિ કરાવી . તો ચર્ચા એવી પણ હતી કે અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ પરિવારે મહિલાને સાંકળથી બાંધી હતી. જો કે હવે તજવીજ નો વિષય છે. પરંતુ સ્થાનિક લોકોના ચહેરા પર પણ મહિલા મુક્ત થયાની ખુશી દેખાતી હતી . જે તેણે રોજ આ બંધનમાં જોતાં હતા. આમતો ગુજરાતમાં આવા અનેક બનાવો સમયે સમયે સામે આવતા જ હોય છે. પરંતુ ચોક્કસ વિસ્તારમાં ૧૦ વર્ષથી બંધક મહિલાને અંતે તંત્રની મદદ થી મુક્તિ મળી હતી . તે સુખદ બાબત છે. અને હવે તે સારવાર પછી સ્વસ્થ થાય તો પણ નવાઈ નહીં જો કે શરૂઆતના સમયમાં તંત્ર સાથે પરિવારનું શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું. પરંતુ અંતે તંત્રએ કાયદાના દાયરામાં મહિલાને મુક્ત કરવી એક નવું જીવન આપ્યું
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.