ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ અદાણી સમૂહને સોંપાયા બાદ વિવાદનું કારણ બની
ભુજની સિવિલ હોસ્પિટલ અદાણી સમૂહને સોંપાયા બાદ બની વિવાદનું કારણ બની ગઈ છે કેમ કે તેમાં ૭૦૦ દર્દીઓના મોત, માસૂમ બાળકોના મોત તથા દર્દીઓની સંખ્યા બતાવવા માટે ખોટા મેડિકલ કેમ્પ કર્યા. હવે અબજો કરોડોની મિલકત અદાણી સમૂહને અપાયા બાદ સરકારી મદદ વગર સુવિધા મળતી જ નથી. કચ્છીજનોએ અદાણી સમૂહના સંચાલન સામે સવાલો કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલી કામગીરી નિરીક્ષણ સમિતિની બેઠકમાં જી.કે.જનરલ હોસ્પીટલમાં ઈમરજન્સી મેડીસીન ડિપાર્ટમેંન્ટ અને ટ્રોમા સેન્ટર શરૂ કરવા ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યુ હતું કે, જી.કે.જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રોમા સેન્ટર સ્થપાય તે માટે મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડાએ રૂપીયા ૫૦ લાખની ગ્રાંટ જિલ્લા પંચાયતના ફંડના રૂપીયા ૫૦ લાખ અને ૪ કરોડ જેટલી રકમના CSR ફંડથી ટ્રોમા સેન્ટર શરૂ કરાશે અને નવજાત શિશુના વાલીઓ માટે NICU માં CCTV કેમેરા લાગવામાં આવશે. સરકારના સહયોગથી અદાણી હોસ્પિટલ વધુ સારી રીતે ચલાવશે તેવી ખાતરી અદાણી અધિકારીઓએ આપી હતી.
આ તમામ વિગતો અને બેઠક બાદ એવો સવાલ ઊભો થાય છે કે અદાણી ગ્રુપે હોસ્પિટલ સંચાલન સાથે કચ્છની સેવા કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેનું પાલન થતું નથી. હોસ્પિટલ માત્ર મેડિકલ કોલેજ માટેજ ચાલતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.