ભુજ શહેરમાં વોર્ડ નં- ૧ માં અઠવાડિયામાં એકવાર પાણી
ભુજના વોર્ડ નં૧ માં આવેલ મદીના નગર-૨ છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન ચિંતાજનક બન્યો છે, ત્યારે આજરોજ આ જગ્યામાં નગરસેવક અને મહિલાઓનો મોરચો નગરપાલિકા કચેરીમાં ખાતે રજૂઆત માટે દોડી આવ્યો હતો. મહિલાઓએ પાણી પ્રશ્નેને નગરપાલિકાના પ્રમુખ અશોક હાથી સામે જોરદાર રજૂઆત કરી હતી . રજૂઆત પછી પ્રમુખે આજે જ ટેકનિકલ વિભાગની એક ટિમ મોકલી છેવાડાના લોકોને પાણી મળતું નથી તે બાબતે તપાસ કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી . મહિલા મોરચા દ્વારા અને નગર સેવક કાસમ સમા દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે આ વિસ્તારમાં સાત દિવસમાં એક જ વાર પીવાનું પાણી મળે છે તે પણ અપૂરતા દબાણથી મળે છે. પરિણામે , પીવાના પાણીનો પ્રશ્ન મુશ્કેલ બન્યો છે . વારંવાર રજૂઆત કરવા છતાં પાણી પ્રશ્ન સમાધાન થયો નથી . પરિણામે , નગરપાલિકા કચેરીમાં મોરચો લાવવાની ફરજ પડી છે. ખાસ કરીને મદીના નગર – ૨ માં આગળ વસવાટ કરતાં લોકો મોટર મૂકી પાણી ખેચી લેતા હોવાથી છેવાડાના લોકોને પાણી મળતું નથી . તેવી રજૂઆત ભારે જોર પકયુ હતું.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ રાપરમાં ત્યજાયેલી નવજાત મૃત બાળકી મળતા નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.