રાપર તાલુકા મા બે થી ત્રણ ઈંચ વરસાદ
 
                

ગઈકાલે રાત્રે થી શરૂ થયેલ મેઘરાજા ની મહેર થી વાગડ વિસ્તાર તરબોળ થઈ ગયું હતું ગત રાત્રે આઠ વાગ્યા થી શરૂ થયેલી મેઘ મહેર થી રાત્રીના એક ઇંચ વરસાદ તાલુકા મથકે પડયો હતો તો આજે વધુ એક ઇંચ વરસાદ સવારે પડ્યો હતો રાપર તાલુકા મામલતદાર એચ જી પ્રજાપતિ અને નાયબ મામલતદાર મહેશ ઠક્કર ની યાદીમાં જણાવાયું હતું કે છેલ્લા બાર કલાક મા 56 એમ એમ વરસાદ સાથે કુલ 340 એમ એમ વરસાદ થયો હતો વરસાદ ની હેલી ના લીધે રાપર શહેર મા પાણી વહી નિકળ્યા હતા તો પ્રાંથણ વિસ્તારના ડેલા મૌઆણા બાલાસર ધબડા વૃજવાણી શિરાંનીવાંઢ સહિત ના ગામો મા ત્રણ ઈંચ થી વધારે વરસાદ થયો હતો ખેંગારપર રામવાવ ત્રંબો જેસડા નિલપર ખીરઈ ચિત્રોડ ફતેહગઢ સણવા આડેસર માખેલ પલાંસવા ખડીર સહિત ના વિસ્તારના જનાંણ રતનપર ધોરાવીરા અમરાપર મોડા સલારી કલ્યાણપર સઈ ડાભુંડા કિડીયા નગર પ્રાગપર સહિત ના ગામો મા એક થી બે ઈંચ વરસાદ વરસ્યો હતો વરસાદ ના લીધે કપાસ એરંડા મગ જુવાર સહિત ના પાક ને ફાયદો થશે રાપર તાલુકામાં વરસાદ થતાં ખેતરો મા પાણી ભરાઈ ગયા હતા આમ વાગડ વિસ્તારના ગામોમાં વરસાદ થતાં વાગડ વિસ્તારમા આનંદ ની લાગણી વ્યાપી ગઈ હતી આમ વરસે તો વાગડ ભલો એ કહેવત સાર્થક થતી જોવા મળે છે આ લખાય છે ત્યારે પણ વરસાદ નો માહોલમાં વરસાદ ના ઝાપટા ચાલુ રહયા છેરાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં બે ઇંચ થી વધુ વરસાદ વરસ્યો હતો ગત રાત્રે શરૂ થયેલ વરસાદે સમગ્ર રાત્રે ઝાપટા રૃપે વરસાદ વરસ્યો હતો જે સવારે આઠ થી નવ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી શહેરની બજારોમાં થી પાણી વહી નિકળ્યા હતા તો અનેક સ્થળોએ પાણી ભરાયા હતા તળાવ મા નવા પાણીની આવક થઈ હતી
 
                                         
                                        