જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ચાલુ બસમાંથી પડી ગયેલ પ્રૌઢનું મોત

જામનગર નજીક રાજકોટ ધોરી માર્ગ પર વિશ્રામ હોટેલ સામેના રોડ પર અકસ્માત સર્જાયો હતો જેમાં શહેરના રાજપાર્ક ગણેશ કોલ્ડ સ્ટોરેજના ઢાળીયે વ્હાઇટ ફીલ્ડની સામે સરદારચોકમાં રહેતા ગોવીદભાઇ રાઘવજીભાઇ ચાવડા ઉ.વ.65 વાળા જામનગરથી અમદાવાદ ખાનગી પાવન ટ્રાવેલ્સ નામની જેના રજી. નં જીજે-11-વીવી-4600મા બેસીને જતા હતા ત્યારે બસચાલકે પોતાનુ વાહન પુર-ઝડપે અને બેફીકરાઇ ભરી રીતે હંકારતા ખૂલ્લા દરવાજા પાસે ઉભેલ વૃદ્ધ ગોવીદભાઇ રાઘવજીભાઇ ચાવડા નીચે પડી ગયા હતા. જેમાં તેઓને બંન્ને પગે ફ્રેકચરની તથા શરીરે મુઢ ઇજાઓ પહોચી હતી. દરમિયાન તેઓને 108 મારફતે જી.જી.હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પંચકોશી એ ડીવીજન પોલીસે ખાનગી બસના નાશી ગયેલ ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાયવાહી હાથ ધરી છે.