ઈન્દોર માં ઝડપાયેલ દેશવ્યાપી IPL ના સટ્ટામાં જોડાયેલો ભુજનો બુકી કોણ ?

ક્રિકેટમાં  પણ કાળો કારોબાર  ફૂલ્યો ફાલ્યો છે ત્યારે તાજેતરમાં યોજાયેલી IPL દરમ્યાન સટ્ટા રમાયાના બનાવમાં પોલીસ ચોપડે હતા આવાજ એક મોટા સટ્ટામાં ઈન્દોર સાયબર ક્રાઇમે અંકિત જૈન નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. અને તેની પૂછપરછ દરમ્યાન ઘણી ચોકાવનારી માહિતી સામે આવી  હતી. આ સમગ્ર કરોડોના કાળા કારોબારમાં ગુજરાતના હરેશ ચૌધરીનું ભેજું કામ કરતું હોવાથી માહિતી પોલીસને મળી હતી tv માં થતાં મેચના પ્રસારણથી 8 થી 10 સેકન્ડ પેલા website ના માધ્યમ થી મેચના ચડાવ ઉતારની માહિતી મેળવીને કરોડોની ઉથલપાથલ સટ્ટા દ્વારા કરવાની ટ્રિક હરેશ ચૌધરીએ વિકસાવી  હોવાનું બહાર આવ્યું છે. જેમાં websaite ને હેક કરીને આ સટ્ટા કિંગ ટોળકીએ દેશ ભરમાં સટ્ટાની કરોડોની હારજીત કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે આ કાળા  કારોબારના તાર દેશની સાથે વિદેશમાં અને પાકિસ્તાન સાથે જોડાયેલ હોવાની આશંકા સાથે ઈન્ડોર પોલીસે હાથ ધરેલી તજવીજ  દ્વારા  આ સટ્ટાના ગેરકાયદેસરના કારોબાર માં લિપ્ત વ્યક્તિઓ ટ્રેસ કરતાં ઘણા દેશ બહાર હોવાનું જાણ થતાં લુક આઉટ નોટિસ પણ બહાર પાડવામાં આવી અને આ કાર્યવાહી દરમ્યાન સટ્ટાનું ભેજું ગણાતા હરેશ ચૌધરીની પત્ની પુનમ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઇ હતી. પોલીસે પૂનમની કરેલ પૂછતાછ અને તજવીજ દ્વારા ચોકાવનારા ઘણા ખુલાસા સામે આવ્યા છે. જેમાં દેશની સાથે ગુજરાતભરના બુકીઓના નામો પોલીસના મળ્યા છે. અને ખાસ કરીને શરહદી કચ્છના જિલ્લા મથક ભુજમાં રહેવાસી કમલેશ ઠક્કર નામના વ્યક્તિનુ નામ પણ ખૂલતાં કચ્છમાં સટ્ટો રમવાના શોખીનોમાં ચકચારની સાથે ડરનો માહોલ છવાયો છે આ પ્રકરણને લઈને આવનારા દિવસોમાં કચ્છમાં પણ બુકીનો અને સટોડિયાઓ સામે તપાસનો રેલો લંબાય એવા સંકેત ઈન્દોર અને ગુજરાત પોલીસે આપી દીધા છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *