ભુજથી મુંદ્રા તરફ જતાં માર્ગ પાસે જે પુલનું કામ ધીમી ગતિએ ચાલે છે. તે ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે
ભુજથી મુંદ્રા બનતો હાઇવે ના પુલનો કામ કાચબા ગતિએ ચાલતું હોવાથી ડાઇવર્ઝન માં પણ લોકોને પરેશાની ભોગવવી પડે છે. હાલ જે ભુજ થી મુંદ્રા નવો બનતો હાઇવે રોડના પુલના કામ ધીમી ગતિએ ચાલતા લોકોને મુશ્કેલ વેઠવી પડે છે. ભારાપર અને બળડિયા અને સેડાતા પાસે બનતા પીઆઇએલનું કામ લગભગ ૫ થી ૬ મહિના પેલા ચાલુ કરવામાં આવ્યું હતું. તે વચ્ચે ૨ મહિના બંદ પડી ગયું હતું. અને હાલ આ કામ ક્યારે પૂરું થસે ગામ લોકો વિચારી રહ્યા છે. વચ્ચે પુલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી ગામ લોકો એ કામ બંદ કરાવિયું હતું. ૨ મહિના બંદ રહ્યા પછી પણ ચાલુ થતાં કામ ધીમી ગતિએ ચાલુ છે. આ રોડ પરથી રોજની હજાર ગાડીઓ અવરજવર કરે છે. અને ડાયવર્ઝન પણ ખરાબ હાલતમાં છે. જો અધિકારીઓ પૂરતું દબાણ આપે અને કામ જલ્દી થાય તેવું ગામલોકો તેમજ અવરજવર કરતાં વાહન ચાલકોનું કહેવું છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.