અંજાર શહેરમાં 2 વર્ષની બાળકી ચૂલા પર રાખેલા શાકના તપેલામાં પડી જતાં ટુંકી સારવાર બાદ મૃત્યુ નીપજયું છે.

શક્તિની ઉપાસનાનું મહાપર્વ નવરાત્રી ચાલી રહ્યું છે ત્યારે કચ્છના અંજારમાં બનેલી કરુણાંતિકામાં ઘરમાં ગરમ ચૂલા પર રાખેલા શાકના તપેલામાં 2 વર્ષની બાળકીનો પગ પડતા ગંભીર રીતે દાઝેલી બાળકીનું મોત નિપજતાં સમગ્ર માર્ગમાં અરેરાટી પ્રસરી હતી. ગત બુધવારની સવારે રેલ્વે સ્ટેશન પાસેના નવા નગરમાં રહેતા હરજી સુંદરજી જોગીના ઘરના આંગણામાં ચૂલા ઉપર શાક બનતું હતું ત્યારે તેમની 2 વર્ષની પૌત્રી તૃપ્તિ રમતી-રમતી સળગતા ચૂલા સુધી પહોંચી ગઈ હતી અને ઉકળતા શાકના તપેલામાં પડી જતાં તેણી ગુપ્ત ભાગે ગંભીર રીતે દાઝી જતા રવાપર ખાતે પ્રથમ વૈદ્ય પાસે લઇ જવાયા બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ જવામાં આવી હતી જ્યાંથી તેને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર બાદ તે બાળકીનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.