અમરેલી જિલ્લાનાં ચલાલા ગામે નાના બસ સ્ટેશન પાસે મહિલાના પર્સમાંથી ૨૦ હજાર રૂપિયાની લૂંટ ચલાવી તસ્કરો નાસી ગયા.

chori-cartoon-1452874879-1496034855_835x547

અમરેલી, તા. ૧૩
અમરેલી જિલ્લાના ચલાલા ગામે રહેતા અને ભીમનાથ ફરસાણ નામની દુકાન ધરાવતા વૈભવગીરી હસમુખગીરી ગોસાઈ નામના રર વર્ષીય યુવાને ગઈકાલે સવારે પોતાની માતા સાથે અમરેલીમાં આવેલ નાગનાથ નાના બસ સ્ટેન્ડ પાસે ચલાલા તરફ જવાની બસની રાહ જોતા હતા ત્યારે ચિતલ તરફથી આવેલ સિલ્વર કલરની સ્કોર્પિયો કાર ત્યાં આવી ઉભી અને તેમાંથી 3 પુરૂષો તથા ર મહિલા નીચે ઉતરી અને યુવાનની માતાના હાથમાં રહેલ રૂા. ૧૭ હજાર તથા સોનાની નથડી કિંમત રૂા. ૩ હજાર મળી કુલ કિંમત રૂા.ર0 હજાર ભરેલી પર્સ ઉઠાવી તસ્કરો નાસી ગયા ત્યારે યુવાને આ પાંચેય તસ્કરોને રોકવાનો પ્રયાસ કરતા આ મહિલા તથા પુરૂષોએ તેમને માર મારી ઈજા પહોંચાડી હતી. જે અંગેની ફરિયાદ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.