જૂનાગઢ મનપાના સફાઇ અભિયાનમાં કચેરીના જ યુરિનલ ગંદા ગોબરા

download-3

જૂનાગઢ,તા. 19
જૂનાગઢ મહાનગર ઓફીસમાં સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવેલ તેમજ ઠેર ઠેર શહેરમાં સફાઈના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પ્રથમઘરે એટલે કે ઓફીસમાંથી સફાઈ સુત્રને સાર્તક કરવા માટે મનપાના શાખા અધિકારીઓ-કર્મીઓ કચેરીની સફાઈ હાથધરી હતી. કચેરીમાં કરવામાં આવી રહેલી સફાઈ યોગ્ય છે કે નહીં ? તે માટે કમિટી પણ બનાવ્યાનું જાણવા મળેલ છે. તેમાં અધિકારીઓ સાથે અરજદારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ ખાટલે મોટી ખોટ ગઇકાલે જ નજરે જોયા મુજબ કર્મીઓ અરદારોના યુરીનલનાં પોખરામાં પાણી જ નથી આવતું. માત્ર યુરીન કરીને જતું રહેવું પડે છે જેથી દુર્ગંધ ચોતરફ ફેલાય છે. તેટલું જ નહીં યુરીનના પોખરામાં ફીનાઈલની ગોળી પણ મુકવામાં આવતી નથી જે તસવીરમાં નજરે પડે છે. જ્યારે અધિકારીના શૌચાલયમાં અલીગઢનું તાળું જોવા મળી રહ્યું છે. લાઈટની પુરતી વ્યવસ્થા પણ ન હોવાથી અંધકાર જોવા મળે છે. આ છે જૂનાગઢ મનપાની સ્વચ્છતા અભિયાનનો નમૂનો.