ભચાઉના જંગી ગામે જમીન બાબતે ત્રણ શખ્સો ઉપર ૨૧ ઇસમોએ કર્યો જીવલેણ હુમલો.
ગાંધીધામ ,તા ૧૧: ભચાઉ તાલુકાનાં જંગી ગામમાં જમીન મુદ્દે ૨૧ આરોપીઓએ ત્રણ લોકો ઉપર ધારિયા અને લાકડી જેવા હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ કિસ્સામાં ઘાયલને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જંગી ગામમાં આવેલી શ્રી સરકાર થયેલી જમીન ઉપર જીવલેણ હુમલાનો આ કિસ્સો બન્યો હતો. આ કિસ્સામાં ફરિયાદી રામજી જેમલ રબારી (ઉ.વ.૫૦) તથા પરબત કચરા રબારી અને દેવશી ભીખા રબારી નામના લોકો શ્રી સરકારની જમીનમાં આવેલા ઢોર બાંધવાના વાડા પાસે હતા, ત્યારે આજે સવારે આ જમીન ખેડી પચાવી પાડવાના ઇરાદે શેરમામદ અલી રાઉમાં , રમજુ અલી રાઉમા , કરીમ જમાલ રાઉમા ,ઉમર હુસેન રાઉમા , જમાલ ભૂરા રાઉમા , હાજી કાસમ રાઉમા, અનવર આદમ રાઉમા, જાનમામદ અલી રાઉમા , કાસમ ભૂરા રાઉમા , અબ્દુલ્લા ભૂરા રાઉમા, અને હુસેન ભૂરા રાઉમા તથા અન્ય દસ અજાણ્યા શકસો હથિયારો સાથે આ વાડી પાસે આવી પહોચ્યા હતા. અને જમીન ખેડવા બાબતે બબાલ થઈ થતી. જેમાં આ આરોપીઓ એ ધારિયા અને લાકડીઓ વડે આ ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. મારામારીના આ કિસ્સામાં ત્રણેય ને સારવાર માટે લઈ જવાયા હતા. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.