ભુજમાં આજથી પંચાન્હિકા શ્રી જિનેન્દ્રભક્તિ મહોત્સવનો પ્રારંભ

ભુજમાં આજથી પંચાન્હિકા શ્રી જિનેન્દ્રભક્તિ મહોત્સવનો પ્રારંભ : આવતીકાલે વર્ધમાન શક્રસ્તવ ભણાવાશે

રાજકોટ,તા.20
ભુજ (કચ્છ)માં આદિનાથ જૈન દેરાસર, તપગચ્છ જૈન ઉપાશ્રય, વાણિયાવાડ, ડેલામાં આ શ્રી પૂર્ણચંદ્ર સૂરિશ્ર્વરજી મ. આદિ ઠાણા બિરાજમાન છે. જૈન શ્વે. મૂ.પૂ. તપગચ્છ સંઘ ભૂજના આંગણે આજે તા. 20 થી તા. 24 સુધી પૂ. આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મ.ના સંયમ જીવનના 50મા સુવર્ણવર્ષની અનુમોદના અર્થે શ્રી પંચાન્હિકા જિનેન્દ્રભક્તિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આજે તા. 20ના બુધવારે સવારે તપગચ્છ જૈન સંઘમાં પૂ. ગુરુદેવનું સામૈયું થયું. બપોરે 3 વાગે નવપદની મૂની ભણાવાઈ તથા સાંજે 6 થી 7 સંધ્યાભક્તિ યોજાશે. તા. 21નાં ગુરુવારે સવારે 9 થી 11 શ્રી વર્ધમાન શક્રસ્તવ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરમાં ભણાવાશે. લાભાર્થી અચલગચ્છ જૈન સંઘ-ભુજ છે. સાંજે 6 થી 7 સંધ્યાભક્તિ થશે. તા. 22નાં શુક્રવારે સવારે 8-30થી 11 પંડિતવર્ય દીપકભાઈ (ભુજ) દ્વારા વિરતિ વધામણા, રાત્રે 8-30 થી 10 ભક્તિ ભાવના થશે. તા. 23નાં શનિવારે સવારે 8 થી 11 સુરતના હાર્દિકભાઈ દ્વારા અહો, જૈન શાસનમ કાર્યક્રમ પ્રસ્તુત થશે. રાત્રે 8-30 થી 10-30 ભક્તિ ભાવના યોજાશે. તા. 24નાં રવિવારે સવારે 8 થી 11 દરમિયાન સંસારથી સંયમની સફર, નાટિકાની પ્રસ્તુતિ, જૈન ગુર્જર વાડીના વંડામાં થશે. બોર્ડમાં 96.5% લાવનાર મુમુક્ષુ હર્ષકુમાર ખંડોર (ગામ આધોઇ હાલ મલાડ)ના દીક્ષા મુહુર્તના વધામણા થશે. બપોરે 3-30 થી 5-30 પ્રભુ મિલનનો કાર્યક્રમ યોજાશે. ઉપરોક્ત છેલ્લા ત્રણ દિવસના કાર્યક્રમમાં અંકુર શાહ એન્ડ પાર્ટી (પાટણ) ભક્તિ સંગીત રજૂ કરશે તેમ હરખચંદભાઈ છેડા (મુંબઈ)એ જણાવેલ છે.