રાપરના ડોડીયાવાસ મધ્યે રહેતી પરિણીતીએ માવતરના ઘેર ગળે ફાંસો ખાધો

રાપરના ડોડીયાવાસ મધ્યે રહેતી જૈન પરિણીતીએ માવતરના ઘેર ગળે ફાંસો ખાઇ લીધું જીવન ટુકાવી લીધું હોવાની ઘટનાથી જૈન સમાજમાં ચકચાર મચી જવા પામી હતી. ત્રણ મહિના પહેલા જ પાટણ રહેતા પારેખ પરિવારમાં લગ્ન કર્યા હતા અને અઢવાડિયા પહેલા જ રાપર પિયર ખાતે આવી હતી. કોઈ આગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ લેતા જૈન સમાજમાં અરેરાટી વ્યાપી હતી. રામબાગ હોસ્પિટલના તબીબને જણાવતા આ બાબતે અંજાર પોલિસને જાણ કરી હતી.