વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વારાસણી ખાતેથી મિશનનું ઇ-લોન્ચીંગ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશ વારાસણીથી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશનનો શુભારંભ કર્યો હતો. આ મિશનથી રૂ.૬૪,૧૮૦ કરોડના માતબર બજેટથી નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધી સમ્રગ ભારતભરની આરોગ્ય વ્યવસ્થાને વધુ સુદઢ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ તકે જણાવ્યું હતુ કે, “દેશના દરેક નાગરિકને સ્વસ્થ કરવાના ધ્યેયથી આ મિશનનો પ્રારંભ કરાયો છે. બધા માટે સુલભ હોલીસ્ટીક હેલ્થ કેર સાથે  વેલનેસ કેર પર પણ ફોકસ કરાશે. આ મિશનથી દેશના ખૂણેખૂણામાં ઇલાજથી લઇ ગંભીર રોગોના સંશોધન સુધીનું કામ કરવામાં આવશે. રૂ.૬૪ હજાર કરોડના ખર્ચે કાર્યાન્વિત પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશનના ત્રણ પાસા ડાયગ્નોસીસ સિસ્ટમ, રોગનિદાન, રીસર્ચ લેબ સ્થાપનાથી ગંભીર રોગોમાં અગમચેતી અને ઝડપથી રોગોની પરખ અને ઉપાયો મળશે.”  આ મિશનથી આરોગ્યક્ષેત્ર તો મજબુત થાય જ છે પરંતુ રોજગારીની પણ અનેક તકો ઉદભવશે. રોજગારી અને આર્થિક આત્મનિર્ભરતાનું આ મિશન માધ્યમ બનશે તેમ આ મિશન  હેઠળ કાર્યાન્વિત થનાર ઇન્ફ્રાસ્ટ્રકચરની વિગતો પૂરી પાડતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યુ હતું. આ તકે તેમણે દિવાળી પર સ્થાનિક રોજગારી વધારવા પર ભાર મૂકતા વોકલ ફોર લોકલ સાર્થક કરવા જણાવ્યું હતું. સ્થાનિક ચીજો અપનાવી સ્થાનિક રોજગારી ઉભી કરવાની આત્મનિર્ભરતા આપ સૌ જ લાવી શકશો એમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં સીવીલ સર્જન ડો. કશ્યપ બુચે જણાવ્યું હતુ કે, “રૂ. કુલ ૬૪,૧૮૦ કરોડના માતબર બજેટથી આ મિશન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યના મકાનોનું નવું બાંધકામ, શહેરી વિસ્તારમાં નવા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, તાલુકા કક્ષાએ રોગ અટકાયતી પગલા વધુ મજબુત તેમજ સુદઢ પબ્લિક હેલ્થ લેબની સ્થાપના અને કોવીડ જેવા આકસ્મિક રોગચાળાના ઉપદ્રવને પહોંચી વળવા માટે નવા ક્રીટીકલ કેર યુનિટ સ્થાપવા પર ભાર મુકવાનું આ મિશન છે.”  આ કાર્યક્રમની આભારવિધિ જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી  ડો. જનક માઢકે જણાવ્યું હતુ કે, “ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો તેમજ ૨૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ લાઇવ ટેલીકાસ્ટ જોઇ રહ્યા છે. સમગ્ર કચ્છ જીલ્લામાં કુલ ૪૨૫ સાઇટો પર થી ૧૮૩૩ વ્યક્તિઓ દ્વારા વર્ચુઅલ માધ્યમથી જેમાં ઇશીતાબેન ટીલવાણી પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા, હેતલબેન સોનેજી પ્રમુખ માંડવી નગરપાલિકા એ અનુક્રમે ગાંધીધામ અને માંડવીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. સમગ્ર કચ્છ જીલ્લાના વિવિધ સાઇટો પરના કાર્યક્રમમાં શહેરી, તાલુકા, ગ્રામ્ય સ્તરના વિવિધ આગેવાનો દ્વારા આ કાર્યક્રમ નિહાળવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા વહીવટીતંત્ર, જીલ્લા આરોગ્યતંત્ર તેમજ અદાણી મેડીકલ કોલેજની ટીમ ખડે પગે રહી સફળ બનાવવા ઉઠાવી છે. આ કાર્યક્રમમાં ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર, અદાણી મેડિકલ કોલેજ નિયામક બાલાજી પિલ્લાઇ, સુપ્રિ. ડો. મહેશભાઇ ટીલવાણી, નર્સિંગ સ્કુલ પ્રિન્સીપાલ ગીતાબેન વીંઝોડા, મેડિકલ કોલેજ ડીન ડો. એ.એસ.ઘોષ, આર.એ.સી. ડો. જે.એ.ખત્રી, કોલેજના વડા ડો. શ્રેયસ મહેતા, નાયબ માહિતી નિમાયકમિતેશભાઇ મોડાસીયા, ડો. અમીન અરોરા, ડો. ભંવર પ્રજાપતિ, તેમજ જીલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્રના, જી.કે.જનરલ હોસ્પિટલ અને એન.સી.ડી. વિભાગના કાર્મયોગીઓ અને નર્સિંગ સ્કુલની વિદ્યાર્થીનીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.