ગણતરીના કલાકમાં મર્ડરના આરોપીને પકડી પાડતી ભચાઉ પોલીસ

મે. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ બોડર રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબનાઓ તરફથી શરીર સબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ તેમજ આરોપી શોધી કાઢવા સુચના હોઈ જે અનવ્યે ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૪૬૩/૨ર૧ ઈ.પી.કો કલમ ૩૦૨, ૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના કામે ગત રાત્રીના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં રાત્રીના સાડા બાર વાગ્યાના અરસામાં આ કામે મરણજનાર એક ઈશમ રહે. ચોબારી તા.ભચાઉ વાળાએ આ કામેના આરોપીને શેરીમાં વારે ધડીયે કેમ આવે છે અને શેરીમા કેમ સોલીટ બ્રેક મારે છે તે બાબતે મરણજનારને ધર બહાર બોલાવી ને તું કેમ શેરીમા વાહન લઇ આવવાની ના પાડે છે તેમ કહી ભરી ગાળો બોલીને મરણજનારના ગળાના ભાગે તથા ડાબા પડખામા તથા ડાબા હાથના કાંડા નીચે છરીના ઘા મારી ગંભીર પ્રકારની ઇજા કરી મોત નીપજાવી પોતાની ફોર્ચુનર ગાડી લઈ નાશી ગયેલ જે બાબતે પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરી નાઓએ તાત્કાલીક અલગ અલગ ટીમો બનાવી આરોપી પકડી પાડવા સુચના કરતા આ કામેના આરોપી ઉ.વ.ર૮ રહે. ભુરાગડા વિસ્તાર ચોબારી વાળાને ખાનગી બાતમી આધારે કલાક ૦૬/૦૦ વાગ્યાના અરસામાં આદીપુર બસ સ્ટેશન પાસેથી પકડી પાડી રાઉન્ડ અપ કરેલ છે સદર ગુનો આજરોજ તા.ર૬/૧૦/ર૦ર૧ ના કલાક ૦૯/૦૦ વાગે જાહેર થયેલ છે. ભુરાગડા વિસ્તાર ચોબારી તા.ભચાઉ આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા સાથે રહી કરવામાં આવેલ હતી