અંકલેશ્વર નજીક બ્રિજ પર 15 કિમીથી લાંબી વાહનોની લાઇન, 12 કલાક હાઇવે જામ

copy image

અંકલેશ્વર નજીક આમલાખાડી બ્રિજ પર ડિવાઇડર સાથે ટકરાઈને રાત્રે પલ્ટી મારેલું કન્ટેનર 12 કલાક ઉપરાંતથી રોડ પર પડી રહેતા ટ્રાફિક જામ સર્જાયો હતો. હાઈવેના ભરૂચથી સુરત તરફ જતાં ટ્રક પર માંડવા ટોલ પ્લાઝા સુધી 15 કિમી સુધી વહાનોની કતાર જોવા મળી હતી. જવલ્લેજ જોવા મળતો સુરત તરફની લેન પર આંકલેશ્વર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આઈ.આર.બી દ્વારા 3 જેટલી ક્રેઈન કામે લગાવી કન્ટેનર સાઇડમાં કરી માલસામાન હટાવવાનું કામ શરૂ કરાયું હતું.