જિલ્લા ભાજપનો ત્રણ-દિવસીય પ્રશિક્ષણ વર્ગ સંપન્ન

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલા ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગનું સમાપન બુધવારના કરાયું હતું. પ્રારંભિક સત્રમાં કચ્છ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી હિતેષ ચાૈધરીઅે 2014 પછી ભારતની રાજનીતિમાં અાવેલા બદલાવ અંગે સમજ અાપી હતી. અમદાવાદના પૂર્વ સાંસદ હસમુખ પટેલે કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઅોની છણાવટ કરી હતી. અંતિમ સત્રમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરે જણાવ્યું હતું કે, ભારતની કુલ વસ્તીમાં સાૈથી મોટો અને અગત્યનો હિસ્સો યુવાનો છે અને અા પ્રચંડ યુવા શક્તિ જ દેશને વિશ્વગુરુ બનાવશે.

બદલાતી ટેકનોલોજી સાથે તાલ મિલાવી, મૂળ ભારતીય પરંપરા અને સંસ્કારો જાળવી રાખવા મોટો પડકાર છે પરંતુ તેના મૂળ સંસ્કૃતિ, પરંપરા સાથે જોડાયેલા રહે તે માટે કમર કસવી પડશે. અા તકે અનિરૂધ્ધ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી શીતલ શાહ, ઉપપ્રમુખ જયંત માધાપરિયા, ત્રિકમ છાંગા, ભરત શાહ, રાહુલ ગોર, ખજાનચી દિલીપ શાહ તેમજ જગત વ્યાસ, જિ.પં.ના પૂર્વ અધ્યક્ષા કાૈશલ્યાબેન માધાપરિયા વગેરે હાજર રહ્યા હોવાનું સાત્વિકદાન ગઢવીઅે જણાવ્યું હતું.