બોટાદમાં પૂર ઝડપે આવતા ડમ્પરે એક માસૂમ બાળકનો જીવ લીધો.! ડમ્પર ચાલક ફરાર

બોટાદના પાળીયાદ રોડ પર યોગીનગર સોસાયટી પાસે પુર ઝડપે આવતા નંબર પ્લેટ વગરના બોનેટ પર જય ચામુંડા લખેલ ડમ્પર દ્વારા  દર્શન ગભરુભાઈ ખાંભાલિયા, ઉવ ૧૫ નામનાં બાળકને અડફેટે લઈ કચડી નાખવા ની ઘટનાં થી અરેરાટી વ્યાપી ગઈ હતી.! આદર્શ સ્કૂલ માં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કુલ બસ માંથી નીચે ઉતરી રોડ ક્રોસ કરતા બાળકને ઘોર બેદરકારી દાખવી ડમ્પર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.! અકસ્માત સર્જી ટ્રકચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.! બોટાદમાં બેફામ ચાલતાં કાળમુખા ડમ્પરનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ઓવરલોડ, ખનીજ ભરીને વારંવાર બોટાદ શહેરમાંથી પસાર થતા આવા ડમ્પર અને ટ્રાફિકના નિયમો કે દંડ લાગતો નથી. કે પછી તંત્રની આવા મોટા વાહનો માટે મીઠી નજર હોય છે લોકોના પ્રશ્નો ઉઠી રહ્યા છે