ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓને ડીટેક્ટ કરી તમામ મુદામાલ રીકવર કરી આરોપીને ઝડપી પાડતી રાપર પોલીસ



મ્હે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ, પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મૂજબ પુર્વ કચ્છ જીલ્લામાં પેન્ડીંગ અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી નિકાલ લાવવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર પી.એન. ઝીંઝુવાડીયાનાઓના માર્ગદર્શન હેઠળ જી.જી.જાડેજા પો.સબ.ઇન્સ. રાપર પો.સ્ટે. નાઓ પોલીસ સ્ટાફ સાથે રાપર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત આધારે પ્રાગપર ચાર રસ્તા, રાપર ખાતેથી બોલેરો મેક્સીટ્રક (ડાલ) રજી.નં. જી.જે.૦૧.ડી.વાય,૯૧૫૪ વાળાના ચાલક કમલેશભાઈ સ/ઓફ બાબુભાઈ સોલંકી ઉ.વ.રર ધંધો.ડ્રાઈવિંગ રહે,ખાડેક તા.રાપર વાળાને રોકાવી ચેક કરતા બોલેરોના ઠાઠામા ભરેલા પી.વી.સી. પાઈપોના ટુકડા બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછતા પોતે તથા કિરણ નાનજી ભટ્ટી રહે,મોડા તા.રાપર તથા શંકર કરશન ભટ્ટી રહે.મોડા તા.રાપર તથા ભાવેશ લાલા રહે.લાખાગઢ તા.રાપરનાઓ તમામ સાથે મળી ગઇ તા.ર૧/૧૦/ર૧ ના રોજ ફતેહગઢથી ખાડેક જતા રોડ ઉપર આવેલ ભીમજીભાઈ રજપુત રહે.ફતેહગઢ તા.રાપર વાળાના ખેતર માંથી આ પી.વી.સી. પાઈપો નંગ-૧૨ર ની ચોરી કરી તેના ટુકડા કરી રાપર ખાતે અગાઉ એકવાર વેચી નાખેલ તથા આજરોજ બચેલ ચોરીનો બીજો માલ વેચવા જતા ઝડપી પાડી સદરહું ડાલામાં ભરેલ પી.વી.સી, પાઈપોના ટુકડા જેની કિ.રૂ.૨૦૦૦૦/- તથા અગાઉ વેચાણ કરેલ પી.વી.સી. પાઈપના ટુકડા કિ.રુ.૯૫૦૦૦/- નો મૂદામાલ એમ કુલ કિ,રૂ.૧,૧૫,૦૦૦/- નો મુદામાલ રીકવર કરી તથા ઉપરોક્ત તમામ આરોપીઓની સઘન પુછ-પરછ કરતા વધુ એક ડનો ભેદ ઉકેલી પાણી ખેંચવાની મોટરો નંગ-૪ કિ.રૂ.૫૭૦૦૦/-ની ચોરી કરેલ તમામ મુદામાલ રોકવર કરી ચોરીના બન્ને અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપી તથા તમામ મૂદામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ
(૧) શંકરભાઈ સ/ઓફ કરશનભાઈ ભટી ઉ.વ.ર૧ ધંધો.ખેતી રહે.ગામ-મોડા તા.રાપર
(૨) કિરણભાઈ સ/ઓફ નાનજીભાઈ ભટ્ટી ઉ.વ,ર૧ ધંધો.મજુરી રહે,ગામ-મોડા તા.રાપર
(૩) કમલેશભાઈ સ/ઓફ બાબુભાઈ સોલંકી ઉ.વ.રર ધંધો.ડ્રાઈવિંગ રહે.ખાડેક તા.રાપર
* ડીટેક્ટ કરેલ ગુનાઓની વિગતઃ-
(૧) રાપર પો.સ્ટે. ગુરનં.૧૧૯૯૩૦૧૦૨૧૦૪૬૧/૨૦ર૧ આઇ.પી.સી. કલમ-૩૭૯, ૧૧૪ મુજબ
(૨) રાપર પો.સ્ટે. ગ્રનં,.૧૧૯૯૩૦૧૦ર૧૦૪૬૭/ર૦ર૧ આઇ.પી.સી. કલમ-૩૭૯ મૂજબ
કબ્જે કરેલ મુદામાલઃ-
ઉપરોક્ત ગુના નં.૧ ના કામે રીકવર કરેલ મુદામાલ પી.વી.સી. પાઈપોના ટુકડા જેની કિ.રૂ.૧,૧૫,૦૦૦/- કામે વપરાયેલ બોલેરો મેક્સીટ્રક (ડાલુ) રજી.નં. જી.જે.૦૧.ડી.વાય.૯૧૫૪.રૂ.૪,૫૦,૦૦૦/- ઉપરોક્ત ગુના નં.ર ના કામે રીકવર કરેલ મુદામાલ પાણી ખેંચવાની મોટરો નંગ-૦૪ કિ.રૂ.૫૭૦૦૦/- ઉપરોક્ત બન્ને ગુના કામે કુલ કિ.રૂ. ૬,૨૨,૦૦૦/- નો મુદામાલ રીકવર કરેલ. કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઃ- પોલીસ ઈન્સપેક્ટર પી.એન.ઝીંઝુવાડીયા, પો.સબ.ઇન્સ. જી.જી.જાડેજા, તથા પોલીસ કોન્સ. પ્રવિણભાઇ જોહાભાઈ, હિતેશકુમાર બાબુલાલ, મહેશભાઇ ગોરધનભાઇ, ભાવુભા રાવુભા વિગેરે નાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.