રાપર પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી



હાલ દિવાળી ના તહેવાર નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉભી ના થાય તે માટે બોર્ડર રેન્જ આઈજી જે. આર. મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી. એન ઝીઝુવાડીયા પીએસઆઇ જી. જી. જાડેજા તેમજ ટ્રાફીક પોલીસ ના એએસઆઇ યોગરાજસિંહ વાળા બિંદુભા જાડેજા મુકેશ સિંહ.. વિજય બગડા રવજી ભાઈ સહિત ના એ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં દેના બેંક ચોક સલારી નાકા માલી ચોક.. ભુતિયા કોઠા રોડ તેમજ એસ.ટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં આડેધડ પાર્ક કરેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો સામે કડક પગલાં લીધા હતા જેમાં 99 ટુ વ્હીલર ડીટેઈન 8 ફોર વ્હીલર ડીટેઈન કરી હતી તો સ્થળ પર રુ. 12600/= નો દંડ ફટકાર્યો હતો તો ડીટેઈન કરેલા વાહનો પર આરટીઓ એ કુલ રુપિયા 3.64000/= નો દંડ ફટકાર્યો હતો આમ રાપર પોલીસે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરતાં આડેધડ ટ્રાફિક ને અડચણ રુપ પાર્ક કરતા વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી ગયો છે