ભુજમાં એરફોર્સ સ્ટેશન દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમના ભાગરૂપે ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું

દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીને આગળ વધારતાં ભૂજ એરફોર્સ સ્ટેશન દ્વારા 7.5 કિલોમીટર લાંબી એકતા દોડ (યુનિટી રન)નું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂજ એરફોર્સ સ્ટેશનના એર ઓફિસર કમાન્ડિંગ (AOC) એર કોમોડોર મલુકસિંહ, વિશિષ્ટ સેવા મેડલ દ્વારા સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં યુનિટી રનનો પ્રારંભ કરાવાયો હતો. આ દોડમાં અંદાજીત 700 જેટલા વાયુ યોદ્ધાઓની સાથે NCs(E), DSC કર્મીઓ અને તેમના પરિવારજનો પણ જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. યુનિટી રનમાં રાષ્ટ્રીય એકતાના મહત્વને પ્રોત્સાહન આપતા વાક્યો અને સંદેશાઓ લખેલા પ્લેકાર્ડ તેમજ બેનર સાથે સ્ટાફ અને પરીવારજનો જોડાયા હતા. સમાપન સ્થળે AOCએ વિવિધ શ્રેણીમાં વિજેતાઓને ચંદ્રકો અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કર્યા હતા અને પ્રેરણાદાયી સંબોધન સાથે કાર્યક્રમની ઉમંગભેર પૂર્ણાહુતિ થઈ હતી.