કોરોના વેક્સિનેશનમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી અને અત્યાર સુધીમાં 100 કરોડ ડોઝ લાગ્યા તેની ઉજવણીના ભાગ રૂપે અંજારમાં ઉજવણી કરાઇ

સરકાર દ્વારા કોરોના વેક્સિનેશનમાં વર્લ્ડ રેકોર્ડ સર્જી અને અત્યાર સુધીમાં 100 કરોડ ડોઝ લાગ્યા તેની ઉજવણીના ભાગ રૂપે અંજાર શહેર ભાજપ અને યુવા ભાજપ દ્વારા હેલ્થ વર્કર્સનો સન્માન કેક કાપી મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છ આપી કરાયુ હતું. આ કાર્યક્રમમા રાજ્ય સરકારના પૂર્વમંત્રી તેમજ ધારાસભ્ય વાસણભાઇ આહિર, ગુજરાત પંચાયત પરિષદ ઉપપ્રમુખ જીવાશેઠ આહિર કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ શાહ, મંત્રી વસંતભાઈ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ લીલાવતીબેન પ્રજાપતિ, મહામંત્રી અશ્વિનભાઈ સોરઠીયા, ઉપપ્રમુખ ક્રિપાલાસિંહ રાણા, જયશ્રીબેન મહેતા, નગરપાલિકા ઉપપ્રમુખ બહાદુરાસિંહ જાડેજા, શાસકપક્ષના નેતા સુરેશભાઈ ટાંક, ચેરમેન વિજયભાઈ પલણ, શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ જીગરદાન ગઢવી, મહામંત્રી આશિષગિરિ ગોસ્વામી, નગરસેવક અંબરિષભાઈ કંદોઈ, ડાયાલાલ મઢવી, કલ્પનાબેન ગોર, નિલેષભાઈ ગોસ્વામી, વૈભવભાઈ કોડરાણી, મયુરભાઇ સિંધવ, ઉપપ્રમુખ સંજયભાઈ બાંભણીયા, મંત્રી યશભાઈ વાઘેલા, કોષાધ્યક્ષ પાર્થભાઈ ખાંડેકા, હેમાંગગિરિ ગોસ્વામી, મહિલા મોરચા પ્રમુખ સોનલબેન મહેતા, મહામંત્રી વૈશાલીબેન સોરઠીયા ઉપસ્થિત રહ્યા હતા.’