જામનગરના આવેલ એક કારખાનામાં ધોળા દિવસે પ્રવેશી તસ્કરો રૂપિયા એક લાખ 45 હજારની ચોરી કરી

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારના ઉદ્યોગનગરમાં ઇન્દિરા રોડ પર આવેલ ભોલેનાથ કોલોનીમાં એક કારખાનામાં ધોળા દિવસે પ્રવેશી તસ્કરો રૂપિયા એક લાખ 45 હજારની ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. કારખાનામાં કામ કરતા 19 પૈકીના કોઈ મજૂરે ચોરી આચરી છે કે કેમ? તેનો તાગ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના શંકરટેકરી ઉધોગનગર, ઇન્દીરારોડ પર આવેલ ભોલેનાથ કોલોનીમાં જય માંડવરાયજી કાસ્ટ નામના કારખાનામાં ગત તા. 28મીના ચાર વાગ્યાથી બીજા દિવસ સવાર સુધીના ગાળા દરમિયાન કોઈ અજાણ્યા સખ્સોએ કારખાનાની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રાખેલ રૂપિયા 1,45,000ની રોકડ રકમ હાથવગી કરી નાશી ગયો હતો. આ બનાવ અંગે કારખાનેદાર રણજીતસિહ નટુભા પરમારને બીજા દિવસે જાણ થતા તેઓએ સીટી બી ડીવીજન પોલીસને જાણ કરી હતી. જેને લઈને પીએસઆઈ કે.કે.નારીયા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોચ્યો હતો. ફરિયાદ જમાઈ અને સસરા દ્વારા કારખાનું ચલાવવામાં આવે છે. અહી દિવસ દરમિયાન 19 મજુર કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે મજુરો માંથી કોઈએ ચોરી આચરી છે કે કેમ? તેનો તાગ મેળવવા તમામના નિવેદન નોંધવા તજવીજ શરુ કરી છે.