નીરોનાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત આયુર્વેદિક મેડિકલ ચેકઅપ તથા દવા નું મફત માં વિતરણ નું આયોજન કરવામાં આવ્યું


જીલ્લા પંચાયત આરોગ્ય શાખા ના સહયોગ થી નીરોનાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત આયુર્વેદિક મેડિકલ ચેકઅપ તથા દવા નું મફત માં વિતરણ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પંચાયત ના પ્રમુખ પારૂલબેન કારા, આરોગ્ય સમિતિ ના ચેરમેન કરશનજી જાડેજા, શાસક પક્ષના નેતા રમેશભાઈ આહીર, નિરોણા ગામ ના સરપંચ રાજેશભાઈ ભાનુશાલી, જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ કિરણભાઇ ભાનુશાલી, પદ્મ અબદુલભાઇ ગફુર, પાલનપુર ના સરપંચ ડાહ્યાલાલ પટેલ, વંગ ના સરપંચ રણછોડભાઈ આહીર તથા ડો. નિકુલ ગજરા વગેરે મહાનુભવો ની હાજરી માં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 150 દર્દીઓએ લાભ લીધો કાર્યક્રમને સફળ બનાવવા વિમલભાઈ ભાનુશાલી ‘ સલીમ ચાકી,સુનિલભાઈ માતંગ, રમેશ મહેશ્વરી,મુસ્તાક સુમરા,તથા નિરોણા યુવા ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.