ગૃહ રાજ્યમંત્રી ધોરડો ખાતેના મુખ્યમંત્રીના અઘ્યક્ષસ્થાને યોજાનાર ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમ અન્વયે કચ્છના પ્રવાસે છે.

આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધોરડો ખાતેના મુખ્યમંત્રીના  અઘ્યક્ષસ્થાને યોજાનાર ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમ અન્વયે કચ્છના પ્રવાસે છે. તેમનું  ભુજ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ તકે તમેની સાથે ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ  ઠક્કર , ભુજ એપીએમસી પ્રમુખ કેશુભાઈ પટેલ,ભુજના અન્ય અગ્રણીઓ, બોર્ડર રેન્જ આઇજી જે આર. મોથલિયા, ક્લેક્ટર પ્રવિણા ડી કે., પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ,  ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી હનુમંતસિંહ જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.