ભચાઉ તાલુકાનાં મોટી ચીરઈ રોડ પર યુવાન પર ત્રણ શખ્સોએ ધોકા વડે હુમલો કરાતા અસ્થિભંગ સહિતની ઇજાઓ

ભચાઉ તાલુકાના મોટી ચીરઇ પાસે ત્રણ આરોપીઓએ એક યુવાનને માર મારતાં આ યુવાનને અસ્થિભંગ સહિતની ઇજાઓ થઈ હતી.અંજારના મોટી નાગલપરમાં રહેનારા ચેતન પ્રેમજી રાઠોડ (મિત્રી) અને તેના કાકાનો દીકરો જિજ્ઞેશ સવારના અરસામાં મોટી ચીરઇ પાસે ગાયત્રી સોલ્ટમાં આવ્યા હતા.અહીં પોતાનું કામ પતાવીને આ બંને યુટિલિટી ગાડી લઇને પરત નાગલપર બાજુ જઇ રહ્યા હતા. તેવામાં રસ્તામાં ચીરઇનો મહાવીરસિંહ ખેંગારજી જાડેજા નામનો આરોપી આવ્યો હતો. આ આરોપીએ ફરિયાદી ચેતન રાઠોડ સાથે મીઠાના લોડિંગ-અનલોડિંગના ભાવ મુદ્દે માથાકૂટ કરી હતી. પાછળથી તેનો ભાઇ પ્રદીપસિંહ તથા ભાણુભા નામના આરોપીઓ પણ ત્યાં આવ્યા હતા.આ શખ્સોએ ફરિયાદીને માર મારી ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં આ યુવાનને આંગળીમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.