પિયાવા નજીક બાળકો સાથે ઊભેલી માતા ઉપર રોંગસાઇડમાથી આવેલું ટ્રેલર ચડી આવતા મોત નીપજયું .
માંડવી : ભુજ માંડવી હાઇવે પર આવેલ માંડવીના પિયાવા વાડી વિસ્તારમાં સંતાનોને શાળામાં મૂકવા માટે વાહનની રાહ જોતી માતા પર ટ્રેલર ફરી વળતાં ૩૦ વર્ષની મહિલાનું મૃત્યુ નિપજ્યુ હતું . દુર્ઘટનામાં બાળકોને સામન્ય ઇજાઓ સાથે આબાદ બચાવ થયો છે. આજે સવારે સવાસાત વાગ્યાના અરસામાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. દક્ષાબેન જાદવજી પટેલ નામની મહિલા પ્રેમ અને જીત નામના તેના બે બાળકોને શાળામાં મૂકવા માટે પિયાવા પાસે હાઇવે પર લીમડાના ઝાડ પાસે વાહનની રાહ જોતી હતી. ત્યારે , એકાએક પૂરઝડપે રોંગ સાઇડમાથી જીજે ૧૨ બીડી ૭૪૮૨ નં ટ્રેલર કાળ બનીને ધસી આવ્યૂ હતું. ટ્રેલરની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થતાં દક્ષાબેનનું મૃત્યુ નીપજયું હતું. જોકે , બંને બાળકોને ચમત્કારીત રીતે બચાવ થયો હોવાનું માંડવી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેકટર એમ. આર. ગોમતીએ જણાવ્યુ હતું. ટ્રેલર ચલાવનારને ઝોકું આવી જતાં આ બનાવ બન્યો હોવાનું પોલીસ માની રહી છે. ટ્રેલરની અડફેટે લીમડો પણ ઘરાશાયી થઈ ગયો હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.