ગાંધીધામમાં ભરબપોરે ધોળા દિવસે કેશિયર પાસેથી 3.9 લાખની ચોરી.
ગાંધીધામમાં ભરબપોરે પેટ્રોલ પંપમાં કેશિયર પાસે રહેલી 3 લાખ ૯ હજાર રૂપિયાની રોકડ રકમની સરેરાહ ફિલ્મી ઢબે ત્રણ શખ્સોએ ચોરી કરી તેથી દોડદામ મચી ગઈ છે. આજે બપોરે ૧૨: ૩૦ વાગ્યાના સમયના અરસામાં ગાંધીધામની ભાગોળે ચુંગીનાકા નજીક ઓવરબ્રીજ જતાં રોડ પર ચોરીનો આ બનાવ બન્યો હતો. ગાંધીધામમાં રિલાયન્સ કંપનીના પેટ્રોલ પંપમાં કેશિયર તરીકે ફરજ બજાવતા અજય અમરેશ ઝા (ઉ. ૩૮ રહે. સહારા નગર , ગળપાદર ) રાબેતા મુજબ આગલા દિવસના કલેકશન રોકડ રકમ સ્કૂલ બેગ જેવા થેલામાં ભરીને મોટર સાઇકલ જઇ રહ્યો હતો. ત્યારે ચુંગી નાકા પાસે એક બાઇક પર આવેલા વિસથી પચ્ચીસ વર્ષના ત્રણ અજાણ્યા શકસો તેને અટકાવ્યો હતો. પછી આ ત્રણ શખ્સોએ તેના ખભા પર મ્યાન સાથેની કટાર રાખી રોકડ ભરેલી બેગ ચોરી કરી બાઇક પર નાશી ગઈ હતી. ઘટના પછી અજયે ત્યારેજ પેટ્રોલ પંપના મેનેજરને જાણ કરતાં મેનેજર સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આયા. અને તેમણે પોલીસને જાણ કરી હતી. હાઇવે જેવા ધમધમતા જાહેરમાં ધોળા દિવસે થયેલી ચોરીના બનાવમાં પોલીસ તંત્રમાં દોડદામ મચી ગઈ છે. આ બનાવ અંગે સાંજે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.