ગાંધીધામમાંથી બાઇકની ચોરી

ગાંધીધામમાંથી બાઈકની ચોરી કરવામાં આવી હતી. જે બાબતે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં મહેશ બુધારામ સીજુએ લખાવેલી ફરિયાદ પ્રમાણે બપોરના અરસામાં બજાજ ડિસ્કવર નં. જીજે 12 બીએચ 0604 (કિંમત રૂ. 20,000) લઈને ઘરેથી નીકળીને એમ્પાયર હોટેલ સામે આવેલી ઓફિસની બહાર પાર્ક કરી હતી. બાદમાં મહેશભાઇ મુન્દ્રા જવા નીકળી ગયા હતા. મુન્દ્રાથી સાંજના અરસામાં પરત આવીને જોતાં બાઇક જોવા ન મળ્યું. તેથી આજુબાજુમાં તપાસ કરવા છતાં બાઇક ન મળી. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.