ગાંધીધામ શહેરનાં સર્વિસ રોડ ઉપર પગપાળા જતા એક યુવાનના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ

ગાંધીધામ શહેરનાં ઓમ સિનેપ્લેક્સથી રાજવી ફાટક બાજુ જતાં સર્વિસ રોડ ઉપર પગપાળા જતા એક યુવાનના હાથમાંથી મોબાઈલની ચીલઝડપ કરી બાઈક ચાલક નાસી છુટયો હતો. શહેરનાં સુભાષનગર વોર્ડ 8-બી વિસ્તારમાં રહેતા તથા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ કસ્ટમ કંડલામાં નોકરી કરતા અજય અનિરુધ્ધ શાહ આ બનાવનો ભોગ બન્યા હતા. આ યુવાન રાત્રિના અરસામાં જમીને વોકીંગમાં નિકળ્યા હતા. તે દરમ્યાન તેમના પત્નિનો ફોન આવતાં તેઓ ફોન ઉપર વાત કરતા કરતા પગપાળા જઈ રહ્યા હતા. આ યુવાન ઓમ સિનેપ્લેકસ સિનેમાથી રાજવી ફાટક બાજુ જતાં માર્ગ ઉપર હતો. તેવામાં આ બનાવ બન્યો હતો. આ અંગે પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાત્રીના અરસામાં આ યુવાન પગપાળા જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી એક બાઈક આવી હતી. આ બાઈક ઉપર સવાર બાઈક ચાલકે યુવાનના હાથમાંથી અચાનક મોબાઈલની ચીલઝડપ કરી રાજવી ફાટક બાજુ નાસવા લાગ્યો હતો. જેનો આ ફરિયાદી યુવાને પીછો પણ કર્યો હતો. પરંતુ આ ઈસમ હાથમાં ન આવ્યો. પોલીસે હાલમાં મોબાઈલ ચોર, બાઈક ચોર ઝડપીને આગળની કામગીરી કરી હતી.