ભુજ તથા માધાપરમાંથી બાઈકની તસ્કરી થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ

copy image

ભુજ તથા માધાપરમાંથી બાઈકની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.’ ભુજના એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દર્શન કાંતીભાઈ આહિરે લખાવેલી ફરિયાદ મુજબ ગત રાત્રિના અરસામાં શિવ આરાધના સોસાયટીમાં ઘરની બહાર રૂ. 75 હજારની પલ્સર બાઈક નં. જીજે 12 ડીઆર 4971 વાળી પાર્ક કરી હતી. જે રાત દરમ્યાન કોઈ તસ્કરી કર્યાનું લખાવાયું છે. માધાપર પોલીસ સ્ટેશનમાં જુનાવાસમાં રહેતા જીતેન્દ્ર હસમુખરામ રાવલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત મોડીરાતથી બીજા દિવસની સાંજ દરમ્યાન માધાપરની મહેશ્વરી સમાજવાડીની શેરી પાસે રૂ. 10 હજારની કિંમતની ડ્રીમ યુગા બાઈક નં. જીજે 12 સીજે 0270 વાળી પાર્ક કરી હતી. જેની તસ્કરી થઈ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.