ભુજમાં શહેરમાં પોતાની માલીકીની જમીનમાં બકરી ચરાવનારાઓને લીલા વુક્ષ કાપવાની ના પાડતાં જમીન માલિકને મારી નાખવાની ધમકી અપાઈ.
ભુજ શહેરમાં આવેલ ત્રિ મંદિરની સામે રેલ્વે પાટાની બાજુમાં એક સર્વે નં. ૬૧૧ પૈકી ૨ વાડી જમીન જે જમીન માવજી ભાઈ ભુવાની ની જમીન છે. અને માવજીભાઇ પોતે મૃત્યુ પામેલ છે, જેથી આ જમીનની દેખરેખ માવજીભાઈના વિધવા પત્ની કરી રહ્યા છે. આ જમીનની અંદર બકરી ચારતા લોકો વૃક્ષો કાપવા માટે આવતા હોય છે અને માવજી ભાઈના પત્ની જો આ લોકોને વૃક્ષો કાપવાની ના પાડે તો બકરી ચારતા લોકો તેઓને મારી નાખવાની પણ ધમકી આપે છે અને કહે છે કે અમે કોઇથી નથી ડરતા તમને જેને કેવું હોય તેને કઈ દેજો ખરેખર આ બાબતે લાગતાં વળગતા તંત્ર દ્વારા ખાસ નોંધ લઈ અને આ લીલા વૃક્ષો કાપવા વાળાઓ ઉપર કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માવજીભાઈના પત્ની દ્વારા માંગ કરવામાં આવી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.