તુલસી એન્કાઉન્ટર કેસમાં આર.આર.સેલના પૂર્વ પોલીસકર્મીની જુબાની. ‘વણઝારા ની મુશ્કેલીમાં વધારો’
સોહરાબુદીન નકલી એન્કાઉન્ટર કેસમાં તહોમુક્ત જાહેર થયેલા કચ્છના પૂર્વ ડીઆઈજી ડી.જી.વણઝારા ની તુલસી એન્કાઉન્ટર કેસમાં મુશ્કેલી વધી શકે છે સોહરાબના મિત્ર તુલસીનું 27-12-2006 માં બનાસ કાંઠાના છાપરી પાસે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કઉન્ટર કચ્છના વતની અને પાલનપુર એસઑજીમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા આશિષ પંડ્યા હતા. એન્કાઉન્ટર સમયે વણઝારા કચ્છ બનાસકાંઠા બોર્ડર રેંજમાં ડેપ્યુટી આઇજી હતા.
તુલસી પ્રજાપતિ કેસની હાલ મૂંબઈમાં સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી અંતર્ગત તત્કાલિન આર.આર.સેલમાં પી એસ આઈ તરીકે ફરજ બજાવતા કાનજી જાડેજા અને હેડ કોન્સ્ટેબલ મેઘજીભાઇ મહેશ્વરી એ જુબાની આપી છે.પી.એસ.આઈ જાડેજાએ કોર્ટને જણાવ્યુ કે, પી એસ આઈ પંડ્યા તે સમયે રજામાં હતા ને તેમના વતન મેઘપર ગયા હતા. તેમનો ફોનનો સંપર્ક થઈ શકતો ન હતો. તેથી 25 ડિસેમ્બરના રોજ ડી આઈ જી વણઝારાએ તેમણે તેમની ચેમ્બરમાં બોલાવી પંડ્યાના પંડ્યાના ગરે જઇ પોતાની સાથે સંપર્ક કરાવવા સૂચના આપી હતી. હેડ કોન્સ્ટેબલ મેઘજીભાઇ મહેશ્વરી પણ પંડ્યાના ગામના વતની હતા જેથી બને જણા કારમાં પંડ્યાના ગામ ગયા હતા. વીસ મિનિટમાં જ તેઓ પંડ્યાના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે પંડ્યા ઘરે હજાર ના હતા તેથી તેમના પરિવારજનોને એ ટચ આવે એટ્લે ડી આઈ જી નો સંપર્ક કરવાનો આદેસ આપી બને ત્યાથી નિકળ્યા હતા.ઉલેખનીય છે ક બે દિવસ તુલસીનું પોલીસ એ ન્કા ઉ ન્ટરમાં મોત થયું હતું ,કાનજીભાઇ અને મેઘજીભાઇએ પણ અગાઉ સીઆઇડી સામે આ જ જુબાની આપી હતી તેમની જુબાની વંજહારની મુસીબત વધારી શકે છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.