છેલ્લાં દશ માસથી છેતરપિંડી અને વિશ્વાસ ઘાતના ગુનામાં નાસતા-ફરતા ઈસમને પકડી પાડતી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ

ભુજ સસ્તા સોનાની લાલચ આપી 14.80 લાખ રૂપિયાની છેતરપિંડી કરનારા છ ઇસમો પૈકી ત્રણ પકડાયા બાદ વધુ એક ઈસમને દબોચી લેવાયો છે. જ્યારે હજુ એક રાજસ્થાની અને સ્થાનિક ઈસમ પોલીસ પકડથી દૂર છે. દસ માસ પૂર્વે બનાસકાંઠાના ઈસમોને સસ્તા સોનાની લાલચ આપી 16 લાખ રૂપિયાના શીશામાં ઉતારી તે પૈકીના 1.20 લાખ પરત આપ્યા બાદ 14.80 લાખની ઠગાઈ કરનાર છ ઇસમો પૈકી ત્રણ અગાઉ ઝડપાઇ ગયા છે. આ કામનો અન્ય એક ઈસમ મહમદ હનીફ (રહે. કનૈયાબે, તા. ભુજ)વાળો સરપટ નાકા બહાર ચાની હોટલ નજીક હાજર હોવાની સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ. કિશોરસિંહને ખાનગી બાતમી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શનના પગલે તેને દબોચી લેવાયો હતો. આમ આ કેસના છ પૈકી ચાર ઈસમ ઝડપાઇ ચૂક્યા છે. આ કામગીરીમાં પી.આઈ. પી.વી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કિશોરસિંહ ઉપરાંત પો.કો. ભરતજી ઠાકોર, રાકેશભાઈ રાજપૂત તથા બળવંતસિંહ જાડેજા જોડાયા હતા.