આર્મી ગેટથી આરટીઓ સર્કલ તરફ જતાં માર્ગ ઉપર લુટના ગુનામાં ગણતરીના કલાકોમાં શોધી કાઢીને આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડ્યો

ભુજ શહેરના આર્મી ગેટથી આરટીઓ સર્કલ પર પગે જતા એક રાહદારીને છકડા ચાલકે પકડી મૂઢમાર મારી ચાર હજારની લૂંટ ચલાવી હતી. આ કામના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.આ અંગે પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ઝુંપડટ્ટીમાં રહેતા કાલુલાલ ધનાજી ચંદ્રવંશી પગે જઇ રહ્યા હતા ત્યારે છકડા ચાલક લૂંટ ચલાવી નાસી ગયાનું પોલીસને જણાવતા પોલીસે નેત્રમ ઉપયોગ કરી અલગ-અલગ ટીમ બનાવી આ કામના આરોપી જૂની રાવલવાડીમાં રહેતા મહેશ નવીન મહેશ્વરીને ઝડપી લઇ લૂંટમાં ગયેલ મુદ્માલ રિકવર કર્યો હતો.