ગાંધીધામમાં છ હજારના શરાબ સાથે આરોપીની ધડપકડ

ગાંધીધામ શહેરના ભારતનગરની પછવાડે રિશિ શિપિંગ નજીક રોડ પરથી એક આરોપીની અટક કરી પોલીસે તેની પાસેથી રૂ. 6000નો દારૂ કબજે કર્યો હતો. ગળપાદરના કૈલાસનગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેનારા ભવાન નાનજી કોળી નામના આરોપીને પોલીસે પકડી લીધો હતો. આ આરોપી ભારતનગર પછવાડે રામાપીરના મંદિર, રેલવે ટ્રેક સમાંતર રોડ ઉપર પગપાળા જઈ રહ્યો હતો. તે શંકાસ્પદ જણાતાં તેને રોકી તેની પાસે રહેલા થેલાની પોલીસે તલાશી કરી હતી. આ થેલામાંથી 1 લિટરની અંગ્રેજી દારૂની ચાર બોટલ મળી આવી હતી. તેની ધડપકડ કરી તેની પાસેથી રૂ. 6000નો દારૂ કબજે કરાયો હતો. આ આરોપી ક્યાંથી દારૂ લઈ આવ્યો હતો અને કોને આપવા જઈ રહ્યો હતો તે હજુ બહાર આવ્યું નથી.