ભુજ શહેરના મુંદરા રોડ સ્થિત ભકિતપાર્કની ઘરફોડ તસ્કરીનો ઈસમ પકડાયો

ભુજ શહેરના મુંદરા રોડ સ્થિત ભકિતપાર્ક ખાતે રમાબેન રોહિતભાઇ માંકડના ઘરના તાળા તોડી 18 હજારના મુદ્દામાલની તસ્કરી થઇ હતી. આ કામના ઈસમ રવિ ઉર્ફે ધમલો અરજણ વાઘેલાને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લીધો છે. ચોરી ઘટનાની પોલીસને જાણ થતાં જુદી-જુદી ટીમો બનાવી, ટેકનિકલ સર્વેલન્સ તથા નેત્રમ કેમેરાના ઉપયોગ બાદ પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, આ તસ્કરીનો મુદ્દામાલ ભુજિયાની તળેટીમાં રહેતા રવિ ઉર્ફે ધમલો અરજણ વાઘેલાએ પોતાના ઘરમાં રાખ્યો છે. આથી પોલીસે તેને પકડી તેની પાસેથી એલઇડી ટીવી, રોકડ રૂ. 2110, એક મોબાઇલ તથા તસ્કરીમાં ઉપયોગમાં લીધેલ અતુલ શકિત્ રીક્ષા નં. જી.જે. 12 બી.યુ.-3089 કબજે કર્યો છે.